ચહેરાની સુંદરતા જાળવવા માટે લોકો વિવિધ ત્વચા સંભાળ ઉત્પાદનો અને ઘરેલું ઉપચારનો ઉપયોગ કરે છે, પરંતુ તેઓ ઘણીવાર શરીરના અન્ય ભાગો, ખાસ કરીને કોણીઓની સંભાળ રાખવાનું ભૂલી જાય છે. આ જ કારણ છે કે સમય જતાં કોણીઓ પરની ત્વચા શુષ્ક, નિસ્તેજ અને કાળી દેખાઈ શકે છે. સદનસીબે, યોગ્ય ત્વચા સંભાળ દિનચર્યા અને થોડા સરળ પગલાંઓનું પાલન કરીને આ સમસ્યાને નોંધપાત્ર રીતે ઘટાડી શકાય છે.
કોણી કેમ કાળી થાય છે?
કોણીઓ પરની ત્વચા શરીરના અન્ય ભાગો કરતાં જાડી હોય છે. આ વિસ્તાર સતત વળેલો રહે છે. વધુમાં, કુદરતી તેલ ઉત્પન્ન કરતી ગ્રંથીઓ ઓછી હોય છે, જેના કારણે ત્વચા ઝડપથી સુકાઈ જાય છે. મૃત ત્વચા કોષોના સંચય અને સતત ઘર્ષણને કારણે કોણીઓ ધીમે ધીમે કાળી થતી જાય છે.
કોણી કાળા થવાના મુખ્ય કારણો:
ત્વચાની વધુ પડતી ડ્રાયનેસ
ડેડ સ્કિન સેલ્સ એકઠા થવા
હોર્મોનલ ફેરફારો
કેટલીક સ્વાસ્થ્ય સ્થિતિઓ જેમ કે સ્થૂળતાના કારણે
જો કોણી, ગરદન, ઘૂંટણ અથવા શરીરના અન્ય ભાગો પર કાળાશ અચાનક વધી જાય તો તેને અવગણશો નહીં અને ત્વચા નિષ્ણાંતની સલાહ પણ લઈ શકો છો.
કોણી કાળાશ ઘટાડવા માટે ઘરેલું ઉપાય
એલોવેરા જેલ: એલોવેરા ત્વચાને ઠંડુ કરવામાં અને ભેજ જાળવી રાખવામાં મદદ કરે છે. કોણી પર 20-30 મિનિટ માટે તાજુ એલોવેરા જેલ લગાવો અને પછી પાણીથી ધોઇ દો.
બટાકાનો રસ: બટાકામાં રહેલા કુદરતી એન્જાઈમ ત્વચાના રંગને સમાન બનાવવામાં મદદ કરી શકે છે. થોડી મિનિટો માટે કોણી પર બટાકાના ટુકડાને હળવા હાથે ઘસો અને 15 મિનિટ પછી ધોઈ નાખો.
દહીં અને મધ: દહીંમાં રહેલું લેક્ટિક એસિડ મૃત ત્વચાને દૂર કરવામાં મદદ કરે છે, જ્યારે મધ ત્વચાને ભેજયુક્ત બનાવે છે. બંનેને મિક્સ કરો અને 15-20 મિનિટ માટે તમારી કોણી પર લગાવો, પછી ધોઈ લો.
નાળિયેર તેલ: જો તમારી કોણી ખૂબ જ ડ્રાય હોય, તો દરરોજ રાત્રે નાળિયેર તેલથી હળવા હાથે માલિશ કરો. આ તમારી ત્વચાને નરમ રાખશે અને ડ્રાયનેસ ઘટાડશે સાથે જ કાળાશ પણ દૂર થશે.
આ પણ વાંચો: રોજ ખાઓ એક બાઉલ બાફેલા ચણા, સ્વાસ્થ્યને થશે અધધ લાભ
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )