શિયાળામાં વાળ ખરવા અને પાતળા થવાની લોકોની ફરિયાદ હોય છે. આ ઋતુમાં ખૂબ જ સામાન્ય સમસ્યા છે. વાળનો ગ્રોથ ઓછો થવાના કારણે ખાસ પ્રસંગોમાં આકર્ષક લુક બગડે છે. ચહેરો સુંદર હોય પરંતુ વાળનું શુષ્કતાપણું અને ઓછો ગ્રોથ આકર્ષક દેખાવને અસર કરે છે. વાળની આ સમસ્યાઓ ખૂબ જ સામાન્ય છે, પરંતુ તેનો સામનો કરવો ખૂબ મુશ્કેલ હોઈ શકે છે. જો તમે પણ આ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તો આ ઘરેલુ ઉપાય અજમાવો. આ ઉપાય જરૂર અસરકારક સાબિત થશે વાળનો ગ્રોથ વધશે.


વાળ સ્વસ્થ રાખવાો ઘરેલુ ઉપાય

વાળમાં સીધું શેમ્પૂ લગાવવું નુકસાનકારક હોઈ શકે છે. નિષ્ણાત કહે છે કે તમારા શેમ્પૂમાં કુદરતી ઘટકો ઉમેરવા અને વાળના સ્વાસ્થ્યને સુધારવા માટે તમારે ખરેખર શું કરવાની જરૂર છે તે સમજવાનો સમાવેશ થાય છે. તમે ઘરની સામગ્રીમાંથી વાળની માવજત કરી શકો છો. આ વસ્તુઓનો ઉપયોગ કરી તમે વાળને લાંબા, કાળા અને ભરાવદાર બનાવી શકો છો. આ માટે તમે 2 ચમચી ચાના પાન, તમારો મનપસંદ શેમ્પૂ, 1 ચમચી મેથીના દાણા, 10 થી 15 કઢી પાન અને 1 ગ્લાસ પાણી મિક્સ કરો.

ઘરેલુ ઉપાયથી વાળની સમસ્યા દૂર થશે

સિલ્કી અને શાઈની વાળ માટે આ ઉપાય ચમત્કારિક સાબિત થશે. આ સ્પેશયિલ ધરેલુ ઉપચાર માટે સૌપ્રથમ, તમારે ચાના પાન અને શેમ્પૂની જરૂર પડશે. એક પેનમાં પાણી રેડો અને શેમ્પૂ ઉમેરો. પછી, મેથીના દાણા અને કઢી પાન ઉમેરો. તેમને સારી રીતે શેકો. પાણીને ગાળી લો અને બાજુ પર રાખો. આ મિશ્રણને નિયમિત વાળમાં લગાવો. અઠવાડિયામાં બે વાર આ મિશ્રણથી તમારા વાળ ધોઈ લો. આ ઉપાય કરવાથી વાળ ખરવાનું બંધ થશે, વાળ મૂળમાં મજબૂત બનશે, અને વાળ 2-3 ગણા ઝડપથી વધશે.


આ પણ વાંચો : Kitchen Tips : રેફ્રિજરેટર વગર ટામેટાંના તાજા રાખવાનો બેસ્ટ ઘરેલુ ઉપાય, વાનગીઓ સાથે માણો ખટમીઠ્ઠા Tomotoના સ્વાદ


(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )

  • Follow us on: