યુવાનોમાં ઉંમર પહેલા સફેદ વાળ જોવા મળે છે. આરોગ્ય નિષ્ણાતના મતે બદલાયેલી જીવનશૈલી અને બિનઆરોગ્યપ્રદ ખાવાની આદતોના કારણે યુવાનોમાં આ સમસ્યાના શિકાર થઈ રહ્યા છે. યુવાનો અકાળે થતા સફેદ વાળની સમસ્યાથી છુટકારો મેળવવા બ્યુટી પાર્લર જાય છે. બ્યુટી પાર્લરમાં મોંઘી બ્લેક હેર ડાઈ કરાવે છે. બજારમાં મળતી આ બ્લેક હેર ડાઈમાં હાનિકારક રસાયણો હોય છે. જે વાળને અને માથા પરના સ્કાલ્પને નુકસાન કરે છે. વાળ સ્વસ્થ રાખવા તમે ઘરે કુદરતી હેર ડાઈ બનાવી શકો છો. આ હેર ડાઈ બનાવવી બહુ સરળ છે. આ રીતે તમે બનાવી શકો છો સફેદ વાળ માટેની બ્લેક હેર ડાઈ.
સફેદ વાળ માટે બનાવો કુદરતી બ્લેક હેર ડાઈ
ઘરે બનાવેલ હેર ડાઈથી વાળને નુકસાન થશે નહી અને વાળનો રંગ પણ જળવાઈ રહશે. કુદરતી બ્લેક હેર ડાઈ બનાવવા તમારે કેટલીક સામગ્રી જોઈશે. આ સામગ્રી તમારા ઘરમાંથી જ સરળતાથી મળી રહેશે. આ માટે તમે વરિયાળી પાવડર, એક્સ્ટ્રા વર્જિન ઓલિવ તેલ, કોફી પાવડર અને હળદર પાવડર લો. ત્યાર પછી 200 થી 300 મિલી ઓલિવ તેલ લઈ તેને થોડું ગરમ કરો. પછી તેમાં વરિયાળી પાવડર, હળદર અને કોફી પાવડર ઉમેરી 1-2 મિનિટ તેલમાં ઉકળવા દો. તેને ઠંડુ થવા દો અને પછી તમારા વાળ પર સારી રીતે લગાવી લો. તેને એક કલાક માટે રહેવા દો, પછી સાદા પાણીથી વાળ સાફ કરી લો. આ કુદરતી મિશ્રણ લગાવ્યા બાદ તરત શેમ્પુ ના કરો કારણ કે શેમ્પૂ કરવાથી હેર ડાઈનો રંગ સફેદ વાળ પર યોગ્ય રીતે ચઢશે નહીં.













