વાળ તમારી સુંદરતા વધારે છે. દરેક વ્યક્તિ કાળા અને મજબૂત વાળ હોય તેવી ઇચ્છા રાખે છે. આજકાલ ઉંમર પહેલા જ વાળ સફેદ થવાની સમસ્યા વધી છે. સામાન્ય રીતે પહેલા 45 અને 50 વર્ષ બાદ વાળ સફેદ થતા હતા. પરંતુ હાલમાં 25 થી 30 વર્ષના યુવાનો પણ સફેદ વાળની સમસ્યાના શિકાર થાય છે. કેમ વાળ સફેદ થાય છે તેને લઈને નિષ્ણાતે કારણ આપ્યું.

ઉંમર પહેલા વાળ સફેદ થવાનું આ છે કારણ, નિષ્ણાત

નિષ્ણાતના જણાવ્યા મુજબ આજના યુવાનો સફેદ વાળની ફરિયાદ કરે છે. આજકાલ 30 કે 40 વર્ષની ઉંમર પછી વાળ સફેદ થવા લાગે છે. વાળ સફેદ થવાનું મુખ્ય કારણ મેલાનોસાઇટ સ્ટેમ સેલ છે. જયારે મેલાનોસાઇટ સ્ટેમ સેલ નબળો પડે છે ત્યારે તે કોષો વાળમાં મેલાનિન રંગદ્રવ્ય પહોંચાડે છ. જેનાથી વાળ કાળા, ભૂરા અથવા સોનેરી રંગના થાય છે. જ્યારે આ કોષો યોગ્ય રીતે કામ કરવાનું બંધ કરે છે ત્યારે વાળ સફેદ કે ભૂખરા થવા લાગે છે. આ સમગ્ર પ્રક્રિયાને તબીબી ભાષામાં સેલ્યુલર સેનેસેન્સ કહેવામાં આવે છે. આ પ્રક્રિયામાં વાળ ધીમે ધીમે રંગદ્રવ્યનું ઉત્પાદન ઘટાડે છે. આ જ કારણ છે કે જે વાળ પહેલા કાળા અથવા ભૂરા થવા લાગે છે અને સમય જતાં આ ભૂખરા વાળ સફેદ દેખાવા લાગે છે.

સફેદ વાળ રોકવા અજમાવો આ ઉપાય

સંશોધનમાં સામે આવ્યું છે કે શરીરમાં વિટામિન B12 અને આયર્ન જેવી પોષક તત્ત્વોની ઉણપ, વધુ પડતો તણાવ અને અનિયમિત જીવનશૈલી તેમજ ખરાબ ખાનપાનની આદત પણ ઉંમર પહેલા વાળ સફેદ થવાનું કારણ હોઈ શકે છે. નિષ્ણાત કહે છે કે ઉંમરની સાથે વાળ સફેદ થવાને સંપૂર્ણપણે અટકાવવું શક્ય નથી. પરંતુ સંતુલિત આહાર, તણાવ નિયંત્રણ, હળવી કસરત, યોગ અને સ્વસ્થ જીવનશૈલી આ પ્રક્રિયાને અમુક અંશે ધીમી કરવામાં જરૂર મદદ કરે છે. સફેદ વાળને કાળા કરવા ટ્રીટમેન્ટના બદલે ઘરેલુ ઉપાય અજમાવવા જોઈએ.


આ પણ વાંચો :