પુરષો હોય કે મહિલા વાળ તેમની સુંદરતામાં વધારો કરતા હોય છે. મહિલાઓ જયાં વાળ ખરવા અને હેરગ્રોથ નબળા પડવાની સમસ્યાનો સામનો કરે છે. તેમ પુરુષોમાં વાળ ઘટતા માથામાં ટાલ પડવા લાગે છે. આજકાલ 30 વયના યુવાનોમાં પણ માથા પર વાળ ઓછા અને ટાલ દેખાય છે. હેરગ્રોથ માટે મહિલા અને પુરુષ બંને મોંઘી પ્રોડક્ટના ઉપયોગથી લઈને મોંઘી હેરટ્રીટમેન્ટથી લઈને સલૂનની મુલાકાત કરે છે. કયારેક આ ટ્રીટમેન્ટ વધુ નુકસાન કારક બની શકે છે. હવે હેરગ્રોથની સમસ્યાનો સામનો કરનારા લોકો માટે સારા સમાચાર આવ્યા છે. વાળનો ગ્રોથ વધારનાર આ ચમત્કારિક ઉપચાર મળી ગયો છે. આ ઘરેલુ ઉપચાર છે તેની કોઈ આડઅસર નથી.


વાળ ખરવા અને ટાલ પડવાનું આ છે કારણ

હેલ્થ એક્સપર્ટના મતે પુરુષમાં ટાલ પડવાનું કારણ મુખ્યત્વે હોર્મોનમાં બદલાવ છે. આ હોર્મોન ધીમે ધીમે વાળના ફોલિકલ્સને નબળા પાડે છે, જેના કારણે વાળ પાતળા થાય છે અને પછી વધતા બંધ થાય છે. જ્યારે આજે ઘણા વિકલ્પો ઉપલબ્ધ છે.  વાળ ટ્રાન્સપ્લાન્ટ અનેક લોકો કરાવે છે પરંતુ તેની આડઅસર પણ દેખાય છે. જયારે મહિલાઓમાં વાળનો ગ્રોથ ઘટવા પાછળનું કારણ મેનોપોઝ તેમજ ખાનપાનની ખોટી આદત અને પ્રોડક્ટની આડઅસર છે. વાળનો ગ્રોથ વધારવા માટે કેટલાક ઘરેલુ ઉપચાર જરૂર કામ કરશે. ખાસ કરીને બદામનું તેલ હેરગ્રોથ માટે બેસ્ટ દવા માનવામાં આવે છે.

વાળ માટેની ચમત્કારિક દવા

બદામના તેલની માલિશ કરવાથી વાળની લંબાઈ વધે છે અને વાળને પોષણ શારૂ મળે છે. બદામના તેલથી હેર મસાજ કરવાથી વાળ મુલાયમ થાય છે અને ગ્રોથ વધે છે. બદામના તેલથી માલિશ કરવાથી બ્લડ સર્કુલેશન પણ સારૂ રહે છે.બદામનું તેલ હેર અને સ્કીન બન્ને માટે ફાયદાકારક માનવામાં આવે છે.  આ ઉપરાંત તમે દિવેલનો ઉપયોગ કરીને પણ ટાલની સમસ્યા દૂર કરી શકો છે. એક ચમચી બદા તેલમાં એક ચમચી દિવેલ મિક્સ કરીને વાળમાં લગાવો. ત્યાર પછી ટુવાલને ગરમ પાણીમાં પલાળો અને તેને નીચોવી લો. તેમાંથી વધારાનું પાણી કાઢી માથા પર પાઘડીની જેમ વિંટાળી લો. આમ કરવાથી વાળને પોષણ મળશે. આ ટિપ્સ સપ્તાહમાં બે વખત અજમાવવાથી વાળમાં ટાલની સમસ્યાથી છુટકારો મળશે. વાળ શાઈની અને મજબૂત થશે.

વાળની સમસ્યાને લઈને કરાયું સંશોધન

વાળની સમસ્યાને લઈને એક સંશોધન કરાયું હતું. આ સંશોધનમાં આશ્ચર્યજનક પરિણામો મળ્યા. ટાલ પડવાની સારવાર માટે રચાયેલ એક નવી દવાના ટ્રાયલના પરિણામોએ સમગ્ર તબીબી જગતમાં હલચલ મચાવી દીધી છે. એક્સપર્ટ છે કે આ દવાએ પુરુષોમાં ટાલ પડવાની સમસ્યાને રોકવામાં તેમજ નવા વાળ ઉગાડવામાં આશ્ચર્યજનક પરિણામો દર્શાવ્યા છે. વાળને લઈને કરાયેલ આ સંશોધનમાં કેટલીક વ્યક્તિઓ પર પરિક્ષણો કરાયા હતા. જેમાં કેટલાક દર્દીઓને ચોક્કસ પ્રકારની દવા અપાઈ હતી. જેના બાદ વાળનો ગ્રોથ વધ્યો હતો. આ કલિનકલ પરિણામો પર હજુ રિસર્ચ ચાલુ છે. આ લીધા બાદ કોઈને આડઅસર થાય છે કે નહી તેની ચકાસણી બાદ જાહેર કરાશે.


આ પણ વાંચો : Fatty Liver માટે અમૃત સમાન છે આ 3 વસ્તુઓ, આજે જ ડાયેટમાં કરો સામેલ


(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )

  • Follow us on: