ક્યારેક નાની ઉંમરે પણ ત્વચાની સમસ્યાઓ શરૂ થઈ જાય છે. આવી સ્થિતિમાં ઘરેમાં રહેલી કેટલીક વસ્તુઓ તમારા માટે ખૂબ ઉપયોગી થઈ શકે છે.જો તમે ઇચ્છો છો કે તમારી ત્વચા 1 અઠવાડિયામાં સુંદર દેખાય તો આ એક વસ્તુ કોફીમાં ભેળવીને ચહેરા પર લગાવો. સ્કિન એક્સપર્ટ જણાવે છે કે કોફી અને દૂધ મિક્સ કરીને ચહેરા પર લગાવવાથી ખૂબ જ ફાયદો થાય છે. આ પદ્ધતિ ત્વચાને તાજગી આપવા માટે ઉત્તમ છે. સૌથી સારી વાત એ છે કે તે આપણા રસોડામાં સરળતાથી મળી જાય છે.

કોફી અને દૂધનો ઉપયોગ?

  • કોફીમાં હાજર કેફીન ત્વચાનું રક્ત પરિભ્રમણ વધારે છે જેનાથી ત્વચા ચમકતી રહે છે. બીજી બાજુ દૂધમાં લેક્ટિક એસિડ હોય છે, જે ત્વચાના મૃત કોષોને દૂર કરવામાં મદદ કરે છે.
  • 1 ચમચી કોફી પાવડર
  • 2 ચમચી દૂધ
  • એક બાઉલમાં કોફી અને દૂધ મિક્સ કરો
  • તેને મુલાયમ થાય ત્યાં સુધી મિક્સ કરો
  • હવે તેને ચહેરા પર લગાવો
  • ફેસ પેકને 10 મિનિટ સુધી સુકાવા દો
  • આ પછી ચહેરાને હૂંફાળા પાણીથી ધોઈ લો
  • આ પેકનો ઉપયોગ અઠવાડિયામાં ૩ વખત કરો
  • તમારા માટે કેટલીક મહત્વપૂર્ણ ટિપ્સ
  • પેક લગાવતા પહેલા ત્વચાને સાફ કરો, જેથી કોઈ સમસ્યા ન થાય
  • પેક લગાવ્યા પછી, મોઈશ્ચરાઈઝર લગાવો


શું ફાયદા થશે
1અઠવાડિયામાં ત્વચા ચમકવા લાગશે
ત્વચાના મૃત કોષો દૂર થશે ચહેરો સ્વચ્છ દેખાશે
કોફી અને દૂધનો આ ફેસ પેક તમારી ત્વચાને નરમ,ચમકદાર અને સંપૂર્ણપણે નવી બનાવશે.એટલે કે હવે તમારે મોંઘા સલુનમાં જવાની કે મોંઘા ઉત્પાદનો લગાવવાની જરૂર રહેશે નહીં, ફક્ત આ બે વસ્તુઓનો યોગ્ય રીતે ઉપયોગ કરવાથી તમારો ચહેરો ચમકશે. જો તમે તેનો સતત 1 અઠવાડિયા સુધી ઉપયોગ કરશો, તો તમે પોતે જ ફરક અનુભવશો.

Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકો છો.
  • Follow us on: