આજકાલ લોકોમાં બ્યુટી પ્રોડક્ટસનો ઉપયોગ વધ્યો છે. આ બ્યુટી પ્રોડક્ટસ ઉપયોગ કરવાને લઈને લોકો સોશિયલ મીડિયામાં સર્ચ કરે છે. ત્યારે પરફયુમના ઉપયોગને લઈને સોશિયલ મીડિયામાં ચર્ચા થઈ રહી છે. X જેવા પ્લેટફોર્મ પર ઘણા યુઝર્સે દાવો કર્યો છે કે ગરદન પર પરફયુમ લગાવવું ખતરનાક સાબિત થઈ શકે છે. થાક, બેચેની, મૂડ સ્વિંગની સમસ્યા વધવાનું કારણ આધુનિક પરફયુમ છે તેવું કહે છે. જાણો સમગ્ર મામલે શું કહે છે સ્કીન એક્સપર્ટ.

ગરદન પર પરફયુમ લગાવવું ખતરનાક, એક્સપર્ટનો અભિપ્રાય

એક્સપર્ટના મતે પરફ્યુમમાં આલ્કોહોલનું પ્રમાણ વધુ હોય છે. તે સુગંધ ફેલાવવા માટે બનાવવામાં આવે છે. ગરદન પર સીધું પરફ્યુમ લગાવવું સ્વાસ્થ્ય માટે અને ખાસ કરીને ત્વચા (Skin) માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. કારણ કે ગરદનની ત્વચા શરીરના અન્ય ભાગો કરતા ઘણી પાતળી અને સંવેદનશીલ હોય છે. જયારે પરફ્યુમમાં આલ્કોહોલ અને સિન્થેટિક સુગંધિત જેવા રસાયણો સામેલ હોય છે. તેના કારણે જયારે ગરદન પર પરફયુમ સ્પ્રે કરો ત્યારે કેટલાક કિસ્સામાં ગરદન પર ખંજવાળ, લાલાશ (Redness) અથવા બળતરા પેદા થાય છે.

પરફયુમ ગરદન પર લગાવવાથી મોટું જોખમ

ગરદન નાકની એકદમ નજીક હોય છે. તેજ પરફ્યુમ ગરદન પર લગાવવાથી તેની સીધી અસર ફેફસાં પર પડી શકે છે, જેનાથી અસ્થમા, સાઇનસ કે માથાનો દુખાવો (Migraine) થઈ શકે છે. પાતળી ત્વચા, સૂર્યપ્રકાશ અને રસાયણોના સંપર્કમાં આવવાથી બળતરા, રંગદ્રવ્ય અને એલર્જીનું જોખમ વધી શકે છે. ઘણા પરફ્યુમમાં એવા તત્વો હોય છે જે સૂર્યના અલ્ટ્રાવાયોલેટ (UV) કિરણો સાથે પ્રતિક્રિયા આપે છે. જો તમે ગરદન પર પરફ્યુમ લગાવીને તડકામાં જાવ છો, તો તેનાથી 'પિગમેન્ટેશન' (કાળા ડાઘ) થઈ શકે છે અથવા ત્વચા કાયમી ધોરણે કાળી પડી શકે છે.

પરફયુમ લગાવવાની રીત

ગરદન પર પરફ્યુમ લગાવવું ખતરનાક નથી, પરંતુ તે ત્વચા માટે સૌથી સુરક્ષિત સ્થળ પણ માનવામાં આવતું નથી. જો તમારી ત્વચા વધુ સંવેદનશીલ હોય તો તમારે પરફયુમના ઉપયોગમાં સાવધાની રાખવી. પરફ્યુમને સીધું ત્વચા પર લગાવવાને બદલે કપડાં પર છાંટવું વધુ સુરક્ષિત છે. ત્વચા પર લગાવવું જ હોય, તો કાંડા (Wrist) પર લગાવો અને તેને ગરદન પાછળ હળવેથી સ્પર્શ કરો. નેચરલ અથવા આલ્કોહોલ-ફ્રી પરફ્યુમનો ઉપયોગ કરવાનો આગ્રહ રાખો.


આ પણ વાંચો : Lifestyle: વારંવાર મોંમાં ચાંદા પડવા શું કોઈ ગંભીર બીમારીની નિશાની છે, જાણો શું કહે છે નિષ્ણાંતો?