શિયાળામાં ત્વચા સંબંધિત સમસ્યા વધી જાય છે. આ જ દિવસોમાં ભારતમાં લગ્નની સિઝન પણ હોય છે. પાર્ટી અને ફંકશનમાં ખાસ લુક માટે મોટાભાગની મહિલાઓ બ્યુટી ટ્રીટમેન્ટ કરાવતી હોય છે. ગ્લોઇંગ સ્કીન મેળવવા તેઓ બ્યુટી પાર્લરમાં ફેશિયલ અને બ્લીચ જેવી ટ્રીટમેન્ટ કરાવે છે. ત્વચા માટે શું સારું તેને લઈને હંમેશા મૂંઝવણ હોય છે. ફેશિયલ અને બ્લીચિંગ બંનેમાંથી કયું સારું ? અને કઈ ટ્રીટમેન્ટ ના કરાવવી તેને લઈને બ્યુટી એક્સપર્ટે ટીપ્સ આપી છે.


બ્યુટી એક્સપર્ટે આપી સલાહ

બ્યુટી એક્સપર્ટના મતે જો મોંઘા ખર્ચ કર્યા બાદ પણ ત્વચામાં કોઈ ફેરફાર થતો નથી. તો એ જાણવું જરૂરી છે કે તમારી ત્વચા માટે કઈ ટ્રીટમેન્ટ વધુ અનુકૂળ છે. ત્વચાની ચમક વધારવા અને ત્વચા સંબંધિત સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે, લોકો ઘણીવાર પાર્લરમાં જાય છે અને ફેશિયલ અને બ્લીચિંગ વિકલ્પોનો આશરો લે છે. પરંતુ કયારેક આ ટ્રીટમેન્ટ તેમની સુંદરતા વધારવાના બદલે હાનિકારક પણ બને છે. ખાસ કરીને સંવેદનશીલ ત્વચા હોય તેમને સમસ્યા થાય છે. ફેશિયલ અને બ્લીચિંગના ફાયદાઓ શોધીએ અને પછી નક્કી કરીએ કે આ બે વિકલ્પોમાંથી કયો ત્વચા માટે વધુ સારો સાબિત થઈ શકે છે.

ફેશિયલ અને બ્લીચના ફાયદા

ફેશિયલ કરવાના આ છે ફાયદા. ત્વચાને ઊંડે સુધી સાફ કરવા માટે ફેશિયલ કરાવી શકો છો. ફેશિયલ પ્રક્રિયામાં ક્લિન્ઝિંગ, એક્સફોલિએશન, મસાજ અને માસ્કનો સમાવેશ થાય છે. મૃત ત્વચાના કોષોને દૂર કરવા અને રંગ સુધારવા માટે ફેશિયલ કરી શકાય છે. ફેશિયલ ત્વચાને પોષણ આપે છે અને ત્વચાના સ્વાસ્થ્યમાં સુધારો કરે છે. જયારે બ્લીચનો ઉપયોગ ચહેરાના અનિચ્છનીય વાળને હળવા કરવા માટે થાય છે. બ્લીચમાં રહેલા ઘટકો ત્વચાના રંગને તરત જ વધારે છે. બ્લીચનો ઉપયોગ ડાઘ-ધબ્બા ઘટાડવા માટે પણ થઈ શકે છે. તમારી ત્વચા સંવેદનશીલ હશે તો બળતરા, ખંજવાળ અથવા લાલાશ થઈ શકે છે.

બંનેમાંથી આ ટ્રીટમેન્ટ વધુ સારી

ફેેશિયલ અને બ્લીચ ટ્રીટમેન્ટની સરખામણી કરીએ તો, બ્લીચિંગની અસર ટૂંકા ગાળાની હોય છે, જ્યારે ફેશિયલની અસર લાંબા ગાળાની હોય છે. વધુમાં, જો તમે તાત્કાલિક પરિણામો ઇચ્છતા હો, તો તમારે ફેશિયલને બદલે બ્લીચિંગ ટ્રીટમેન્ટ પસંદ કરવી જોઈએ. જો કે, જો તમે હળવાશ અનુભવવા માંગતા હો, તો ફેશિયલ પસંદ કરો, કારણ કે બ્લીચમાં રહેલા મજબૂત રસાયણો બળતરા પેદા કરી શકે છે.


(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )

  • Follow us on: