ગ્લોઈંગ સ્કીન મેળવવાની દરેકની ઇચ્છા હોય છે. વર્કિંગ વુમન માટે આ બાબત બહુ મુશ્કેલ બને છે. કારણ કે તેઓ બ્યુટી પાર્લરમાં જાય તો સમય અને પૈસાનો વધુ ખર્ચ થાય છે. પરંતુ મોંઘા ઉપચારનો આશરો લીધા વિના તેઓ ઘરે જ ચમકતી ત્વચા મેળવી શકે છે. વર્કિંગ વુમન પણ હવે ઘરે બેઠા ત્વચાની સારી રીતે કાળજી રાખી શકશે. સપ્તાહમાં જયારે તેમનો રજાના દિવસ હોય ત્યારે મહિલાઓ પોતાના સ્કીન કેર માટે સમય આપી શકે છે. જોકે ત્વચાને સુંદર રાખવા માટે રવિવાર પહેલા તમારી દિનચર્યામાં થોડી સરળ આદતોનો સમાવેશ કરવો જોઈએ. જેથી સપ્તાહના અંતમાં તમે સારી રીતે સ્કીન કેર ટ્રીટમેન્ટને ન્યાય આપી શકો.


સપ્તાહમાં એક દિવસ કરો આ બ્યુટી ટ્રિટમેન્ટ

રવિવારનો દિવસ આવે તે પહેલા ડેઈલી 8 થી 10 ગ્લાસ પાણી પીઓ અને તમારા આહારમાં કાકડી અને તરબૂચ જેવા હાઇડ્રેટિંગ ખોરાકનો સમાવેશ કરો. આમ કરવાથી શરીર આંતરીક રીતે હાઈડ્રેટ રહેશે. વર્કિંગ વુમન રવિવારના દિવસે પોતાની ત્વચાની આ રીતે સંભાળ રાખી શકે છે. ચહેરાને સ્વચ્છ રાખવા હળવું ક્લીંઝર કરો. તેનાથી ચહેરા પરની ગંદકી, પરસેવો અને મેકઅપ થશે. જેનાથી તમારી ત્વચા સ્વચ્છ રહેશે અને ચહેરા પર કુદરતી ચમક આવે છે. સુંદરતા મેળવવા મૃત ત્વચા દૂર કરવી પણ એટલી જ જરૂરી છે. ત્વચા પર ડેડ સેલ્સને દૂર કરવાથી ચહેરો શાઈન કરશે. તેથી સપ્તાહના અંતે ચહેરા પર હળવું એક્સફોલિએશન કરો.

સ્ક્રબ, મોઈશ્ચરાઈઝર ત્વચાની વધારશે સુંદરતા

આના માટે તમે અઠવાડિયામાં એક કે બે વાર ઓટમીલ અથવા મધ-ખાંડના સ્ક્રબનો ઉપયોગ કરો. આ સ્ક્રબ કરવાથી ત્વચા સાફ થશે અને એક નવો ગ્લો આવશે. તમારી ત્વચા શુષ્ક હોય કે પછી તૈલી હોય કે પછી મિશ્ર હોય મોશ્ચરાઈઝર જરૂર કરો. કારણ કે દરેક પ્રકારની ત્વચા માટે મોઇશ્ચરાઇઝર જરૂરી છે. ત્વચા સાફ કર્યા પછી હળવું જેલ અથવા ક્રીમ લગાવવાથી ત્વચા નરમ રહે છે અને તમારા રવિવારના મેકઅપને વધુ સુંદર બનાવે છે. તે તમારા ચહેરાને સ્વસ્થ ચમક પણ આપે છે.

આ પેકથી ત્વચાની વધશે ચમક

સપ્તાહના અંતિમ દિવસોમાં એટલે શનિવાર અને રવિવારના દિવસે વિટામિન સી અને ઇથી ભરપૂર ખોરાક લો. આ ખોરાક તમારી ત્વચાને સુધારવામાં અને તમારી ચમક વધારવામાં મદદ કરે છે. ગ્લોઇંગ ત્વચા માટે રવિવારના દિવસે પોતાના ખાસ સમય આપો. તમે હોમ સ્પા તરીકે DIY ફેસ માસ્ક પણ અજમાવી શકો છો. આ પેક માટે તમારે હળદર અને મધ, દહીં અને એલોવેરાનો ઉપયોગ કરવાનો રહેશે. તમામનું મિશ્રણ કરી આ પેક 15 મિનિટ ચહેરા પર લગાવી સ્વચ્છ પાણીથી સાફ કરી લો. આ પેક તમારા ચહેરાને તરત જ તાજગી, ચમક અને નરમ બનાવી શકે છે.


આ પણ વાંચો : Health Tips : આ 4 ફળ કબજિયાતની સમસ્યાનો રામબાણ ઇલાજ, પેટનો દુખાવો, ગેસ અને અપચોમાં મળશે રાહત


(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )

  • Follow us on: