આજની ભાગદોડ ભરી લાઈફ સ્ટાઈલમાં લોકો પોતાના કેટલાક કામો માટે સમય ફાળવી શકતા નથી. ફિટનેસ પર ધ્યાન આપવા કસરત કરે તો ચહેરા અને હેરની કાળજી માટે સમય મળતો નથી. અત્યારે શિયાળાના દિવસો છે. ઠંડીના કારણે ત્વચા ફાટવાની અને એડિમાં તિરાડની સમસ્યા રહે છે. ચહેરો શુષ્ક બની જાય છે. ત્યારે ઠંડીના દિવસોમાં પણ ત્વચા કેવી રીતે ચમકદાર રાખવી તે પ્રશ્નનો આ છે સરળ ઉકેલ. 


શિયાળામાં પણ ચહેરો ચમકશે

દરેક વ્યક્તિ કુદરતી રીતે ચમકતો ચહેરો ઇચ્છે છે, અને આ પ્રાપ્ત કરવા માટે, લોકો મોંઘા બ્યુટી પ્રોડક્ટ્સનો આશરો લે છે. પરંતુ સત્ય એ છે કે, તમે તમારા રસોડામાં મળતા કેટલાક કુદરતી ઘટકોનો ઉપયોગ કરીને ઘરે ફેસ ગ્લો ક્રીમ બનાવી શકો છો. આ ક્રિમથી ત્વચાને નુકસાન થશે નહીં અને યોગ્ય પોષણ મળી રહેશે. આ ઘરેલુ ક્રિમ રસાયણોથી થતા નુકસાનથી પણ રક્ષણ આપે છે. તાત્કાલિક ગ્લો મેળવવા યોગ્ય દિનચર્યાનું પાલન કરશો તો ફાયદો થશે. સૌથી સારું એ છે કે આ ફેસ ગ્લો ક્રિમ બનાવવાની રીત સરળ છે. તેમાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓ બહુ મોંઘી પણ નથી.

આ રીતે બનાવો ફેસ ગ્લો ક્રીમ

ઘરે ચહેરા પર ચમક લાવવા માટે ક્રીમ બનાવવી ખૂબ જ સરળ છે. 2 ચમચી એલોવેરા જેલ લો, 1 ચમચી ગ્લિસરીન અને 1 ચમચી ગુલાબજળ ઉમેરો. જો તમારી ત્વચા શુષ્ક હોય, તો તમે 4 થી 5 ટીપાં નારિયેળ તેલ પણ ઉમેરી શકો છો. આ બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરો અને તેને સ્વચ્છ કન્ટેનરમાં સ્ટોર કરો. આ ક્રીમ ત્વચાને હાઇડ્રેટ કરે છે અને તેને કુદરતી ચમક આપે છે. દરરોજ રાત્રે સૂતા પહેલા તેને તમારા ચહેરા પર હળવા હાથે લગાવો.


આ પણ વાંચો : Christmas Special Dish : ક્રિસમસ પાર્ટીનો હોય પ્લાન, ટ્રાય કરો આ દેશી સ્નેક્સ, મહેમાનો આંગળા ચાટતા રહી જશે


(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )

  • Follow us on: