શિયાળામાં ઠંડીનું પ્રમાણ વધતા ત્વચા પર અસર થાય છે. વધુ પડતી ઠંડી પડતા ત્વચા ફાટવી, તિરાડ પડવી અને કયારેક તેમાંથી લોહી પણ નીકળી છે. ત્વચાની ત્વચા સંભાળ માટે બજારમાં ઘણા ઉત્પાદનો ઉપલબ્ધ છે. પરંતુ બજારના મોંઘા ઉત્પાદનો કયારેક ત્વચા માટે હાનિકારક બને છે. તમારા ચહેરાની કોમળતા અને ચમક જાળવી રાખવા માંગતા હો તો કુદરતી ઉપચાર અપનાવો. આ ઘરેલુ ઉપચારથી ત્વચાને નુકસાન થશે નહીં અને બ્યુટી પાર્લરનો ખર્ચ પણ બચશે. ઘરના રસોડામાં જ છે ત્વચાની સુંદરતાનો રામબાણ ઇલાજ. ફક્ત કાચા દૂધનો ઉપયોગ કરી ચહેરાનો ગ્લો વધારી શકશો.


ગ્લોઇંગ સ્કીન માટે આ ટીપ્સ બેસ્ટ છે

ત્વચાને સુંદર બનાવવા તમે આ રીતે કાચા દૂધનો ઉપયોગ કરી શકો છો. ચહેરા પર કાચું દૂધ લગાવવાની સાચી પદ્ધતિ જાણીએ. ચહેરા પર કાચુ દૂધ લગાવવા પહેલા ચહેરાને સ્વચ્છ પાણીથી ધોઈ લો. જેથી ચહેરા પર રહેલ પ્રદૂષણના ધૂળ અને રજકણ દૂર થઈ જાય. ત્યારબાદ એક નાના બાઉલમાં 2-3 ચમચી ઠંડુ, કાચું દૂધ લો. તેમાં એક કોટન (રૂ)નો બોલ પલાળી રાખો અને તેને તમારા ચહેરા અને ગરદન પર સમાનરૂપે લગાવો. લગભગ 5 મિનિટ સુધી હળવા હાથે માલિશ કરો. પછી, તમારા ચહેરાને સાદા પાણીથી ધોઈ લો.

શુષ્ક ત્વચા નિખારશે કાચા દૂધનો આ ઉપયોગ

ચહેરા ધોવા માટે જે સાબુ અને ફેસવોશનો ઉપયોગ કરીએ છીએ તેમાં રહેલા રસાયણો આપણા ચહેરાના કુદરતી તેલને છીનવી લે છે, જેનાથી તે નિસ્તેજ દેખાય છે. ખૂબ જ શુષ્ક ત્વચા માટે, 1 ચમચી મધ અને 2 ચમચી કાચા દૂધ મિક્સ કરો અને તેને તમારા ચહેરા પર 15 મિનિટ સુધી લગાવો. કોગળા કર્યા પછી, તમારો ચહેરો અરીસાની જેમ ચમકશે. સન ટેનિંગ ઘટાડવા માટે, કાચા દૂધમાં એક ચપટી હળદર મિક્સ કરો. સૂતા પહેલા તેને તમારા ચહેરા પર લગાવો. આનાથી ફક્ત તમારા રંગને જ ચમકશે નહીં પણ ખીલના ડાઘ પણ દૂર થશે.


આ પણ વાંચો : Winter Recipe : ચણા દાળના પકોડા, શિયાળાની સાંજ માટે બેસ્ટ નાસ્તો, દાળવડા ભૂલી જશો એવી છે આ રેસીપી


(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )

  • Follow us on: