શિયાળો એટલે તાજા શાકભાજી અને પૌષ્ટિક આહારની સીઝન. ઠંડીના આ દિવસોમાં કંઈક ગરમાગરમ અને ચટપટું ખાવાની ઈચ્છા કોને ન થાય? આ દિવસોમાં બજારમાં તાજા શાકભાજી સરળતાથી મળી જાય છે. અલગ અલગ કચોરી બનતી હોય છે. આજે આપણે એવી કચોરીની વાત કરીએ છીએ જે માત્ર સ્વાદિષ્ટ જ નહીં પરંતુ હેલ્થ માટે પણ બહુ ફાયદાકારક છે લીલવાની કચોરી. લીલવાની કચોરી સ્વાદિષ્ટ હોવા સાથે પૌષ્ટિક પણ છે.
લીલવામાં પ્રોટીન, ફાઇબર અને જરૂરી પોષક તત્ત્વો ભરપૂર હોય છે. શિયાળામાં શરીરને ઊર્જા આપવાનું કામ લીલવા સારી રીતે કરે છે. ઘરે સરળ રીતે બનતી લીલવાની કચોરી બાળકો થી લઈ મોટા બધા ને ગમે એવી વાનગી છે. લીલી તુવેર માંથી બનતી લીલવાની કચોરી ઘરે જ બનાવો.
કચોરી માટે સામગ્રી
1.5 કપ મેંદો (અથવા અડધો મેંદો અને અડધો ઘઉંનો લોટ)
1/2 ચમચી અજમો
સ્વાદ અનુસાર મીઠું
3/4 ચમચી તિરૂપતિ તેલ
પાણી જરૂર મુજબ
સ્ટફિંગ માટે સામગ્રી
2 કપ લીલી તુવેરના દાણા (અધકચરા ક્રશ કરેલા)
2 ચમચી આદુ-મરચાની પેસ્ટ
ઝીણા સમારેલા ધાણા
1/2 ચમચી હળદર
સ્વાદ અનુસાર મીઠું
ખાંડ
લીંબુનો રસ
ગરમ મસાલો
વઘાર માટે- તલ , હિંગ, વરિયાળી, તિરૂપતિ તેલ
કચોરી તળવા માટે તિરૂપતિ તેલ
બનાવવાની રીત
એક બાઉલમાં મેંદનો લોટ નાખી તેમાં મીઠું, અજમો નાખી તેલ નું મોણ આપી જરૂર મુજબ પાણી નાખી લોટ બાંધી લો. 15 મિનિટ માટે તેને ઢાંકીને મૂકી દો.
લીલી તુવેરના દાણા કાઢી તેને બરાબર સાફ કરી લો પાણીથી, તુવેર દાણા ને અધકચરા વાટી લો.
એક કડાઈમાં તેલ ગરમ કરો તેમ હિંગ, તલ, વરિયાળીનો વઘાર કરો, હવે તેમાં આદુ-મરચાંની પેસ્ટ અને ક્રશ કરેલા લીલવા ઉમેરો.
ધીમા તાપે લીલવાનું પાણી બળી જાય અને તે ચડી જાય ત્યાં સુધી સાંતળો. ત્યારબાદ તેમાં હળદર, ગરમ મસાલો, ખાંડ, મીઠું અને લીંબુનો રસ ઉમેરો. ધાણા ઉમેરી મિશ્રણ ઠંડુ થવા દો. ઠંડુ થયા પછી તેના નાના ગોળા વાળી લો.
લોટના લુઆ કરી નાની પૂરી વણો. વચ્ચે લીલવાના પૂરણનો ગોળો મૂકી ચારે બાજુથી બંધ કરી વધારાનો લોટ કાઢી નાખો અને ગોળ આકાર આપો.
એક કડાઈમાં તિરૂપતિ તેલ ગરમ કરવા મુકો પછી ગરમ તેલમા ધીમા તાપે ગોલ્ડન કલરની અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળો. ગરમ ગરમ કચોરી ને ગ્રીન ચટણી અને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો શિયાળામાં ગરમ ગરમ કચોરી ખાવાની બહુ મજા આવે છે.
આજકાલ લોકો સ્વાદ સાથે આરોગ્યને પણ એટલું જ મહત્વ આપે છે. આવી સ્થિતિમાં તિરૂપતિ તેલમાં બનાવેલી લીલવાની કચોરી એક હેલ્ધી અને વિશ્વસનીય વિકલ્પ બની જાય છે. તિરૂપતિ તેલ તેની શુદ્ધતા, હળવાશ અને પરંપરાગત ગુણવત્તા માટે જાણીતું છે, જે શિયાળાની વાનગીઓને વધુ સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ બનાવે છે.
Disclaimer: આ એડવર્ટોરિયલ કન્ટેન્ટ છે.
તિરુપતિ તેલ ખરીદવા માટે અહીં આપેલી લિંક પર ક્લિક કરો
https://shop.tirupatioils.com/shop/