રસોડામાં જ દુર્લભ બીમારીઓને દૂર કરવાની ઔષધિ રહેલી છે. રોજિંદા ખોરાકમાં બનતી વાનગીમાં રઈ, મેથી અને જીરું જેવા મસાલાનો ઉપયોગ કરીએ છીએ. શું તમને ખબર છે કે કેમ આ મસાલા રોજિંદા ખોરાકમાં સામેલ થયા છે. આ મસાલા ફક્ત સ્વાદ વધારતા નથી પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. જાણો નાના લાગતા આ મસાલાના મોટા ગુણ.


રસોડાના આ મસાલા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક

તજ : તજમાં એન્ટીઑકિસડન્ટ્સ છે જે શરીરના કોષોને મજબૂત રાખવામાં મદદ કરે છે. આ ઉપરાંત જરૂરી માત્રામાં ખનિજો અને વિટામિન્સ રહેલા હોવાથી એસિડિટી, પાચન સંબંધિત અને હૃદયની સમસ્યામાં તેનું સેવન ફાયદાકારક માનવામાં આવે છે. સ્વાસ્થ્ય લાભ લેવા ખોરાકમાં દરરોજ 1-2 ગ્રામ તજનો ઉપયોગ કરવો.

મેથી : મેથી સ્વાદમાં કડવી હોય છે. નાના લાગતો મેથીના દાણામાં ફાઇબર, કેલ્શિયમ અને અન્ય સૂક્ષ્મ પોષકતત્ત્વો હોય છે. કબજીયાતની સમસ્યામાં મેથી શ્રેષ્ઠ ઘરેલુ ઉપચાર છે. આ ઉપરાંત મેથી ડાયાબિટીસ અને થાઇરોઇડ ગ્રંથિ સંબંધિત સમસ્યાઓને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે. પેટ સાફના આવતું હોય તો રાત્રે મેથીના ચૂર્ણનું સેવન કરી સવારે ખાલી પેટે ગરમ પાણીથી તાત્કાલિક અસર થશે.

જીરું : દરરોજ મોટાભાગની વાનગીમાં મસાલા તરીકે જીરું ઉપયોગ થાય છે. પેટનું ફૂલવું, એસિડિટી અને પેટ સંબંધિત અન્ય સમસ્યાઓમાં ખાલી પેટે જીરા પાણીનું સેવન ખૂબ જ ફાયદાકારક છે. જીરુંમાં એન્ટીઑકિસડન્ટ્સ જોવા મળે છે. તે ચયાપચયમાં પણ સુધારો કરે છે. તમે દરરોજ તમારા ખોરાકમાં 2-3 ગ્રામ જીરું ઉપરાંત સવારે ખાલી પેટે જીરા પાણીનું સેવન કરવાથી કેન્સર જેવી ગંભીર બીમારીઓને દૂર રાખી શકશો. 

  • Follow us on: