ગુજરાતભરમાં આજે ચોમાસી માહોલ જામ્યો છે. સામાન્ય રીતે વરસાદમાં દાળવડા અને મેથી ગોટા ખાવાનો ટ્રેન્ડ છે. જો કે આજના બાળકોને આ પરંપરાગત વાગની પસંદ આવતી નથી. બાળકોને ચીઝ વધુ પસંદ હોય છે. આવી સ્થિતિમાં મહિલાઓને મૂંઝવણ થાય છે કે બાળકો અને મોટાઓની વાનગીમાં આખરે તાલમેલ કેવી રીતે બેસાડવો. આજે અમે તમને એક સરસર રેસીપી જણાવવા જઈ રહ્યા છીએ જે બાળકો તો શું


બાળકોથી લઈને મોટાઓને શાકભાજીમાં બટાકા સૌથી વધુ પ્રિય છે. અને એટલે અનેક લોકો વરસાદમાં દાળવડા ના પસંદ આવતા હોય તો બટકાવડાની વાનગી બનાવે છે. પરંતુ બટાકા સાથે બાળકોને પસંદ ચિઝના મિશ્રણની Potato Balls આ વાનગી બનાવવાની રીત જણાવીશું. બાળકો તો શું મોટાને પણ ગમશે આ વાનગી.

પટેટો બોલ્સ (Potato Balls ) બનાવવા માટેની સામગ્રી

પટેટો બોલ્સ બનાવવા માટે તમે રોજિંદ ઉપયોગમાં લેવાતા મસાલા મીઠું, લાલ મરચું પાવડર, ચાટ મસાલો અને જરૂરિયાત મુજબ તેલનો ઉપયોગ કરવામાં આવશે. તમે આ રોજિંદા મસાલામાં તમારા પરિવારની જરૂરીયાત મુજબ વધુ પ્રમાણમાં અથવા ઓછા પ્રમાણમાં લઈ શકો છો. આ ઉપરાંત આ સામગ્રીનો આ વાનગીમાં ઉપયોગ કરાશે.

  • બાફેલા બટાકા - 2 નંગ
  • બ્રેડક્રમ્સ - 1 કપ
  • કોર્નફ્લોર અથવા મેંદો - 1 ચમચી
  • સમારેલા લીલા મરચાં - 2 સમારેલા
  • ધાણાના પાન - 2 કળીઓ
  • મોઝેરેલા ચીઝ - 1 કપ 
  • બટાકાના બોલ કેવી રીતે બનાવવા



પટેટો બોલ્સ (Potato Balls ) બનાવવા માટેની રીત

  • આ વાનગી બનાવવા સૌ પ્રથમ બાફેલા બટાકાને છોલીને સારી રીતે મેશ કરી દો. પછી તેમાં લીલા મરચાં, ધાણાજીરું, મીઠું, લાલ મરચું પાવડર અને ચાટ મસાલો ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.
  • આ મસાલો નાખ્યા બાદ આ મિશ્રણમાંથી નાના બોલ બનાવો અને દરેક બોલની અંદર મોઝેરેલા ચીઝ નાખો અને તેને બંધ કરી દો. પછી એક નાના બાઉલમાં કોર્નફ્લોર અને થોડું પાણી મિક્સ કરીને ખિરા જેવું લીકવીડ તૈયાર કરો. ત્યારબાદ તમામ બોલને પહેલા આ ખીરામાં ડુબાડો અને પછી બ્રેડક્રમ્સમાં રોલ કરો.
  • હવે એક કડાઈમાં તેલ ગરમ કરો, તેમાં તૈયાર કરેલા બટાકાના ગોળા ઉમેરો અને મધ્યમ તાપ પર સોનેરી અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળો. તૈયાર થઈ ગયા તમારા પટેટો બોલ્સ. આ વાનગીને તમે ટોમેટો કેચઅપ અથવા લીલી ચટણી સાથે પણ ખાઈ શકો છો. 

બટાકાની આ નવી વાનગ બાળકો સાથે મોટાઓને પણ જરૂર પસંદ આવશે. બટાકાવડા અને બ્રેડવડા ખાઈ કંટાળી ગયા હોવ તો ઘરે જરૂર ટ્રાય કરો આ પટેટો બોલ્સ. વરસાદ સાથે આ વાનગી ભોજનનો સ્વાદ વધારશે. ચીઝ હોવાથી બાળકોને પસંદ ગમશે અને પરિવારના સભ્યો પણ ફરી માંગશે.

  • Follow us on: