ફ્રેન્ડશિપ એ એવો સંબંધ છે જેમાં આપણે તે વ્યક્તિ સાથે પોતાના સુખ-દુખ બધુ જ એકબીજા સાથે શેર કરીએ છીએ. આ જ એક એવો સંબંધ છે જેમાં આપણે પોતાના પસંદગીના વ્યક્તિઓ સાથે સમય પસાર કરીએ છીએ, હરતા ફરતા હોઇએ છીએ.


આપણા દેશમાં અલગ અલગ જ્ઞાતિના લોકો રહે છે. અલગ અલગ તહેવારોની ઉજવણી પણ કરવામાં આવે છે.પરંતુ મિત્રતા દિન એવો ખાસ દિવસ છે જે મિત્રતા, વિશ્વાસ અને સંગાથે ભરેલા આ સંબંધને ઉજવવા માટે મનાવવામાં આવે છે. આ દિવસ આપણને યાદ અપાવે છે કે સારા મિત્રો જીવનમાં કેટલી મોટી ભૂમિકા ભજવે છે.

ફ્રેન્ડશીપ ડે કેમ અને ક્યારે ઉજવાય છે ?

દર વર્ષે ઓગસ્ટ મહિનાના પહેલા રવિવારે લોકો ફ્રેન્ડશીપ ડેની ઉજવણી કરતા હોય છે. આ વખતે 3 ઓગસ્ટ 2025ના દિવસે ફ્રેન્ડશીપ ડે ઉજવાશે. આમ તો દિવસની શરૂઆત 1930માં અમેરિકામાં થઈ હતી. સૌથી પહેલા એક કંપની Hallmark Cards એ આ દિવસને શરૂઆત આપી હતી જેથી લોકો મિત્રતા કાર્ડ આપીને એકબીજાને શુભેચ્છાઓ આપી શકે.

આ રીતે બનાવો આ ડે ને સ્પેશ્યિલ

- જો તમે તમારા મિત્રોને મળી નથી શકતા તો દૂર રહીને તેમને મેસેજ દ્વારા, ઇ-કાર્ડ દ્વારા કે પછી કોઇ કાર્ડ એના ઘરે મોકલીને હેપ્પી ફ્રેન્ડશીપ ડે કહીને ડે ઉજવી શકો છો.

-તમારા બેસ્ટ ફ્રેન્ડને મળીને તેને ફ્રેન્ડશીપ બેલ્ટ બાંધી શકો છો, તેના માટે કેક, કાર્ડ પણ લઇ જઇ શકો છો.

- તમારાં જૂના મિત્રો સાથે મળીને તમે પાર્ટી કરી શકો છો, સાથે મળીને ડિનર પ્લાન કરી શકો છો.

-આ સિવાય તમે સ્પેશ્યિલ ફ્રેન્ડને સરપ્રાઇઝ આપી શકો છો. એમને કોઇક એવી જગ્યાએ લઇ જઇ શકો છો જેનાથી એ ખુશ થઇ જાય.

માત્ર આ જ એક દિવસ દોસ્તી માટે નથી. દરેક દિવસ દોસ્ત માટે જ હોય છે.


  • Follow us on: