કોંગ્રેસના આક્ષેપોને લઈને ઉપમુખમંત્રી હર્ષ સંઘવીએ કટાક્ષ કર્યો હતો કે કોંગ્રેસ સતત ભ્રામક અને પાયાવિહોણા આક્ષેપો કરીને જનતા વચ્ચે ગેરસમજ ફેલાવવાનો પ્રયાસ કરી રહી છે. તેમણે જણાવ્યું કે બેઠકમાં આવેલા તમામ મહેમાનો રાજચંદ્ર આશ્રમમાં જ રોકાયા હતા અને મંત્રીઓએ પણ અન્ય તમામ લોકોની જેમ સામાન્ય જમણનો સ્વાદ માણ્યો હતો. સંઘવીએ જણાવ્યું હતું કે મંત્રીઓએ દક્ષિણ ગુજરાતની પ્રખ્યાત પરંપરાગત વાનગી ઉંબાડિયું ભોજનમાં લીધું હતું, જે માત્ર આસ્વાદ્ય જ નહીં પરંતુ સ્થાનિકોને રોજગારી પણ પૂરી પાડતી વાનગી છે. જાણો આ ઉંબાડિયું શું છે?
ઉંબાડિયાનો ખાસ જમાવડો હોય છે વલસાડ–નવસારીમાં
ગુજરાતમાં શિયાળાનો મોસમ શરૂ થાય એટલે સુગંધ અને સ્વાદથી ભરપૂર પરંપરાગત વાનગીઓની યાદ અપાવે છે. એમાં સૌથી લોકપ્રિય અને મનપસંદ વાનગી છે— ઉંબાડિયું, જેને ગ્રામ્ય વિસ્તારોમાં માટીનું ઉંબાડિયા અથવા હાંડવુ ઉંબાડિયા નામે પણ ઓળખવામાં આવે છે. દક્ષિણ ગુજરાત, ખાસ કરીને વલસાડ–નવસારી વિસ્તારમાં આ વાનગીનો ખાસ જમાવડો જોવા મળે છે.
ઉંબાડિયુંની વિશેષતા શું?
ઉંબાડિયું સામાન્ય રીતે માટી નીચે તપેલાને દાટી બનાવી શકાય છે. આ રીતે શાકભાજી ધીમા તાપે રંધાય છે અને એને એક અનોખો સ્મોકી સ્વાદ મળે છે. તેમાં કાચા કેલા, રતાળુ, નાના બટાટા, શક્કરિયા, વાલોડા, પાપડી અને ખાસ મીઠા મસાલાનો ઉપયોગ થાય છે.
ઉંબાડિયુંની પરંપરાગત રેસીપી
- જરૂરી સામગ્રી:
- નાના બટાટા
- રતાળુ / શક્કરિયા
- કાચા કેલા
- વાલોડા / મીઠા વાલ
- પાપડી
- મેથીના મોઠિયા
- લીલા મસાલા (ધાણા, લીલા મરચાં, આદુ)
- મીઠા, હળદર, લાલ મરચું
- તેલ
- મીઠો મસાલો
- કેળાના પાન અથવા કોલોકાસિયા (અરુબી)ના પાન (અસલ સ્વાદ માટે)
બનાવવાની રીત:
- બધા શાકભાજી છાલ સાથે સારી રીતે ધોઈ લો—ઉમ્બડિયુનો અસલ સ્વાદ માટે છાલ ખૂબ મહત્વની.
- લીલા મસાલા અને મીઠા મસાલાને મિક્સ કરીને પેસ્ટ બનાવી લો.
- બધા શાકને આ મસાલા સાથે કોટ કરીને મિક્સ કરો.
- મોટા વાસણમાં નીચે થોડું તેલ લગાવો અને કેળાના પાન બિછાવો.
- ઉપર મસાલા મિક્સ કરેલા શાકભાજી મૂકો, ત્યારબાદ ફરી પાનની લેયર મૂકો.
- ધીમા તાપે 40–50 મિનિટ રંધાવો.
- તૈયાર! ગરમા–ગરમ ઉમ્બડિયુ ઉપર લીંબુનો રસ અને સિંગદાણા ચટણી સાથે પીરસો.
ઉંબાડિયું કેમ છે ખાસ?
• શિયાળામાં શરીરને ગરમ રાખે
• પ્રાકૃતિક, ઓછી તેલવાળી, હેલ્થી વાનગી
• દક્ષિણ ગુજરાતની પરંપરા અને સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ
• સ્મોકી સુગંધ અને શાનદાર સ્વાદ એને અનોખું બનાવે છે
ઉંબાડિયું હવે શહેરી વિસ્તારોમાં પણ ટ્રેન્ડિંગ
એક સમય હતો જ્યારે ઉમ્બડિયુ માત્ર ગ્રામ્ય વિસ્તારોની ખાસ વાનગી માનવામાં આવતું. પરંતુ છેલ્લા 4–5 વર્ષથી શહેરોમાં પણ—અમદાવાદ, સુરત, વડોદરા—ઉમ્બડિયુ ફૂડ સ્ટોલ્સ અને રેસ્ટોરન્ટોમાં ભારે માગણી સાથે ઉપલબ્ધ થઈ રહ્યું છે.
આ પણ વાંચો- Goldman : બાપ રે બાપ! આ માણસ 3.5 કિલોગ્રામ સોનું પહેરી ફરે છે ખુલ્લેઆમ, જાણો ગોલ્ડમેન કન્હૈયાલાલ ખટીક કોણ?