આજકાલ યુવતીઓમાં બ્યુટી ટ્રીટમેન્ટનો ટ્રેન્ડ જોવા મળ્યો છે. યુવતીઓ ફકત ચહેરાનો લુક જ નહી વાળની ​​સંભાળ પર પણ ધ્યાન આપવા લાગી છે. વાળની સંભાળ ફક્ત શેમ્પૂ અને તેલ લગાવવા સુધી મર્યાદિત નથી. હેર કેર માટે યુવતીઓ સલૂનની મુલાકાત લઈ રહી છે. જો કે, સલૂન હેર સ્પા વાળને સ્વસ્થ બનાવે છે, પરંતુ તેમાં રહેલા રસાયણોને કારણે, તે સમય જતાં નુકસાન પણ કરી શકે છે. વધુમાં, તેમની ઊંચી કિંમતને કારણે, ઘણા લોકો તે પરવડી શકતા નથી. હેર સ્પા માટે 1000થી વધુ કિંમત આપવી પડે છે. પરંતુ તમે ઘરે જ સલૂનની જેમ હેર સ્પા કરી વાળની સંભાળ રાખી શકો છો.

વાળ બનશે મુલાયમ કરો આ ટ્રીટમેન્ટ

ઘરે હેર સ્પા કરાવવો એકદમ સરળ છે. તેમાં મોંઘા ઘટકો કે સાધનોની જરૂર નથી. તમારે ફક્ત થોડા સસ્તા ઘટકો ભેળવીને હેર માસ્ક બનાવવાનો છે અને તેને તમારા વાળમાં લગાવવાનો છે. લાંબા અને મુલાયમ વાળ માટે ઘરેલુ ઉપાય એક ઉત્તમ વિકલ્પ છે. તે વાળના વિકાસ માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે. પાર્લર જેવો નિખાર અને રેશમી વાળ મેળવવા માટે તમે ઘરે જ સ્ટેપ-બાય-સ્ટેપ હેર સ્પા (Hair Spa) કરી શકો છો. આ પ્રક્રિયાથી વાળને પોષણ મળે છે અને વાળ ખરતા અટકે છે.

ઘરે હેર સ્પા કરવાની ટીપ્સ

સ્ટેપ 1: તેલથી માલિશ 

સૌ પ્રથમ તમારા વાળના પ્રકાર મુજબ (નાળિયેર, બદામ અથવા ઓલિવ ઓઈલ) તેલ લો. તેને થોડું ગરમ કરી માથાની ચામડી (Scalp) પર 15-20 મિનિટ સુધી હળવા હાથે માલિશ કરો. આનાથી રક્ત પરિભ્રમણ વધશે.

સ્ટેપ 2: વરાળ આપવી 

એક ટુવાલને ગરમ પાણીમાં પલાળો અને તેને નીચોવી લો. હવે આ ગરમ ટુવાલને તમારા વાળમાં 10-15 મિનિટ સુધી વીંટાળી રાખો. આ પ્રક્રિયાથી વાળના છિદ્રો ખુલશે અને તેલ અંદર સુધી ઉતરશે.

સ્ટેપ 3: વાળ ધોવા

ટુવાલ કાઢ્યા પછી, તમારા વાળને હળવા (Mild) શેમ્પૂથી ધોઈ લો. ધ્યાન રાખો કે પાણી બહુ ગરમ ન હોવું જોઈએ, નવશેકું પાણી વાપરવું હિતાવહ છે.

સ્ટેપ 4: હેર માસ્ક લગાવવો 

આ સૌથી મહત્વનું સ્ટેપ છે. તમે બજારમાં મળતો માસ્ક અથવા ઘરે બનાવેલો માસ્ક લગાવી શકો છો.

સ્ટેપ 5: કન્ડિશનિંગ

છેલ્લે, વાળને સાદા પાણીથી ધોઈ લો. જો જરૂર જણાય તો હળવું કન્ડિશનર વાપરી શકાય. વાળને કુદરતી રીતે સુકાવા દો.


આ પણ વાંચો : AC અને ફ્રીજ વધુ વપરાય છે અને બિલનું ટેન્શન? આ રહ્યો ઉનાળામાં વીજળીનું બિલ ઘટાડવાનો સ્માર્ટ રસ્તો

(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )