દિવાળીમાં લોકો ભલે બહાર ફરવાનો પ્લાન કર્યો પરંતુ ઘરની સજાવટ જરૂર કરતા હોય છે. દિવાળી એ પ્રકાશનું પર્વ છે અને ઘરમાં ખુશી અને આનંદ લઈને આવે છે. દિવાળીને તહેવારને બહુ ઓછા દિવસો બાીક છે. ત્યારે અત્યારે મોટાભાગના ઘરોમાં સફાઈ અભિયાન હાથ ધરાયું છે. દિવાળીમાં ઘર વધુ સુંદર લાગે માટે લોકો ખૂણે-ખૂણેથી નકામો કચરો બહાર કાઢી નાખી છે. ઘરને સુંદર બનાવવા લોકો દિવાલોમાં રંગરોગાન કરાવે છે. પરંતુ કલર પેઇન્ટ કર્યા વગર પણ તમે ઘરની દિવાલોને ચમકાવી શકો છો.

ઘરની દિવાલોની કરો સરળ સફાઈ

ઘરને સ્વચ્છ અને સુંદર કરવા માટે ફક્ત દિવાલો પર કલર પેઇન્ટ કરાવું જરૂરી નથી. તમે દિવાલો પર જામેલ ધૂળના રજકણો દૂર કરવા ફક્ત સ્ક્રબ અથવા સ્પોન્જ પર હળવો સાબુ લગાવીને સફાઈ કરી શકો છો. દિવાલ પર તેલવાળા હઠીલા ડાઘ હશે તો વોલ કલીનર ઉપયોગી બનશે. વોલ ક્લીનરમાં આ થોડું ડિટર્જન્ટ અને લીંબુનો રસ હૂંફાળા પાણીમાં મિક્સ કરો. આ સ્પ્રે દિવાલો પર સ્પ્રે કરો અને હળવા હાથે ઘસો. પરિણામ તરત જ ડાઘ અને ડાઘ દેખાશે. આ ઉપરાંત દિવાલોને ચમકતી સ્વચ્છ અને ચમકતી બનાવવા માટે ડીશ સોપનો પણ ઉપયોગ કરી શકશો. 

કલર પેઇન્ટ કર્યા વગર ચમકશે ઘર

દિવાળીમાં ઘરને સજાવવા અને નવો દેખાવ આપવા માટે દર વખતે રંગકામ કરાવું જરૂરી નથી. તમારા ઘરની દિવાલોને નવી જેવી ચમકાવવા તમે આ રીતે સફાઈ કરી શકો છો. આ ઉપરાંત જુદા-જુદા વોલપેપરની મદદ પણ લઈ શકો છો. બાળકોના રૂમમાં તેમના મનપસંદ વોલ પેપર કોઈપણ એક સાઈડ પર લગાવો. તો લિવિંગ રૂમમાં તમે કુદરતી દ્રશ્ય અથવા દોડતા ઘોડા તેમજ આકર્ષક 3ડી પેઇન્ટીંગના વોલ પેપર લગાવી શકો છો. ખાસ કરીને આ વોલ પેપર તમે ઘરની એવી દિવાલ પર લગાવો જ્યાં ભેજ હોય. જે દિવાલમાં ભેજ હોય અને ત્યાં પોપડી ખરતી હોય તો વોલ પેપર આઈડીયા બેસ્ટ છે. દિવાળીમાં આ આઈડિયાથી તમે ઘરની દિવાલોને વધુ ટ્રેન્ડી લુક આપી શકશો.

(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )
  • Follow us on: