દિવાળી તહેવારને હવે બહુ ઓછા દિવસો બાકી છે. તહેવારમાં ઘરની સફાઈ અને સજાવટથી તૈયારીમાં લોકો લાગી ગયા છે. ઘરની સફાઈ કરવામાં તમારી ત્વચા વધુ ડલ અને નિસ્તેજ થશે. ચહેરા પર નિખાર લાવવા તમે હેલ્ધી ડ્રિંકસ લઈ શકો છો. પરંતુ વ્યસ્ત જીવનશૈલીમાં કામના ભારના કારણે તમારી પાસે ફેશિયલ અને બ્યુટી ટ્રીટમેન્ટ માટે સમય ના હોય તો તમે આકર્ષક લુક માટે મેકઅપ ટ્રાય કરી શકો છો.
તહેવારમાં દેખાવ સુંદર બનાવશે આ મેકઅપ ટિપ્સ
તહેવારના દિવસોમાં સુંદર દેખાવા તમે મેકઅપ ટ્રાય કરી શકો છો. આ દિવસોમાં ઘરે મહેમાનોની આવન-જાવન રહે છે અથવા તો તમે બહાર જતા હોવાના કારણે લાંબો સમય ચાલે તેવો મેકઅપ ટ્રાય કરવો જોઈએ. ચહેરા પરનો મેકઅપ લાંબો સમય રહે માટે સારા ઉત્પાદનો જરૂરી છે સાથે-સાથે ત્વચાની પણ યોગ્ય કાળજી લેવી પડશે. બંને બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો તમારો મેકઅપ માત્ર સારો જ નહીં પણ તમારી ત્વચા પણ સ્વસ્થ રહે છે.













