
દિવાળી તહેવાર એ પ્રકાશનું પર્વ છે. દિવાળી પાંચ દિવસ ઉજવાતો તહેવાર છે. આ તહેવારની શરૂઆત ધનતેરસથી થાય છે. આજે દેશભરમાં ધનતેરસ તહેવારની ઉજવણી થઈ રહી છે. આ દિવસે દરેક ઘરમાં માતા લક્ષ્મીનું પૂજન કરવામાં આવે છે. તો કેટલાક લોકો આ દિવસે ઘરમાં આર્થિક સમૃદ્ધિ વધારવા શુભ વસ્તુની ખરીદી કરે છે. ધનતેરસના દિવસે વર્ષોથી 13 દીપ પ્રગટાવવાની પરંપરા છે. આ પરંપરાનું જાણો મહત્વ.

ધનતેરસના દિવસે પહેલો દીવો કચરા પેટી બાજુ, દક્ષિણ તરફ મુખ રાખીને પહેલો દીવો મૂકો. યમનો દિવો દિવો મૂકાય છે. એવી માન્યતા છે કે પરિવારના લોકોને અકાળ મૃત્યુથી બચાવે છે. બીજો દિવો ઘરની અંદર રહેલ મંદિરમાં દેવતાઓ સામે મૂકવો જોઈએ. આ દીવાની વાટ કેસરી હોવી જોઈએ અને ઘીનો ઉપયોગ કરવો જોઈએ.

ત્રીજો દીવો ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર મૂકવો જોઈએ. જે ઘરમાં સકારાત્મક ઉર્જા લાવે છે અને પરિવારને ખરાબ નજરથી બચાવે છે. ચોથો દીવો તુલસીના છોડ પાસે પ્રગટાવવો જોઈએ, જે ઘરમાં સુખ, સમૃદ્ધિ અને દેવી લક્ષ્મીના આશીર્વાદ લાવે છે.

ઘરમાં રહેલ વાસ્તુદોષ દૂર કરવા પાંચમો દીવો ઘરની છત પર મૂકવો જોઈએ. જયારે સ્વાસ્થ્ય અને આર્થિક સુખાકારી માટે છઠ્ઠો દીવો પીપળાના ઝાડ નીચે સરસવના તેલથી પ્રગટાવવો જોઈએ.

ધનતેરસના દિવસે કરાતો સાતમો દીવો શ્રદ્ધા પ્રત્યે સમર્પણનું પ્રતીક માનવામાં આવે છે. ઘરની બાલ્કનીમાં તમે આ દિવો મૂકી શકો છો. આઠમો દીવો ભંડારામાં મૂકવાની પરંપાર છે. આમ, કરવાથી ગરીબી દૂર થાય છે અનાજના ભંડાર ભરેલા રહે છે.

આ દિવસે નવમો દિવો સ્વાસ્થ્ય માટે કરવામાં આવે છે. આ દીવો ઘરના બાથરૂમની બહાર પ્રગટાવો જોઈએ. દસોમો દિવો ઘરના આંગણામાં પ્રગટાવવો જોઈએ, જેનાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે.

અગિયારમો દિવો ઘરમાં સૌથી ઊંચા સ્થાને રાખવો જોઈએ. ધનતેરસની રાત્રે આ દીવો બાલના ઝાડ નીચે મૂકવો જોઈએ , જે ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવે છે. જયારે તેરમો દીવો શેરીના ચાર રસ્તે મૂકવો. ધનતેરસના દિવસે કરવામા આવતા 13 દિપ પ્રગટાવવાની પરંપરા તમારા જીવન અને ઘરમાંથી નકારાત્મકતા દૂર કરી સકારાત્મકતા લાવે છે.