Health Tips : હેલ્ધી રહેવા કયા સમયે ખાવા જોઈએ સીડસ, જાણો કયા Seeds છે બેસ્ટ, દિવાળીમાં સેહતનું રાખો ધ્યાન

દિવાળીની મીઠાઈ અને ભરપૂર નાસ્તા ખાતા પહેલા રાખો સેહતનું ધ્યાન. લોકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે અવેરનેસ વધતા સીડસ ખાવાનું ચલણ વધ્યું છે. હેલ્ધી રહેવા કયા સમયે કયા સીડસ ખાવા તે પણ જાણવું જરૂરી છે.

પોષકતત્ત્વોથી ભરપૂર સીડસ

1/6સીડસનું કયા સમય પર કરવું સેવન

આજકાલ લોકોમાં સ્વાસ્થ્ય સમસ્યા વધી છે. કોરોના બાદથી ફિટનેસને લઈને લોકોમાં જાગૃકતા વધી છે. લોકો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે અવેર બન્યા છે અને એટલે જ પૌષ્ટિક આહારનું સેવન કરવા લાગ્યા છે. લોકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે અવેરનેસ વધતા ડ્રાયફ્રૂટસ અને સીડસ ખાવાનું ચલણ વધ્યું છે. પરંતુ હેલ્ધી રહેવા કયા સમયે કયા સીડસ ખાવા તે પણ જાણવું જરૂરી છે. દિવાળી તહેવારમાં અત્યારે વધુ પડતી મીઠાઈ અને નાસ્તાનું સેવન તમને બીમાર પાડી શકે છે. આવી સ્થિતિમાં પોષકતત્વોથી ભરપૂર આ સીડસનું યોગ્ય સમયે સેવન કરી આરોગ્ય તંદુરસ્ત રાખી શકો છો.  

2/6સીડસનું કયા સમય પર કરવું સેવન

તહેવારમાં સ્વાદિષ્ટ અને ચટાકેદાર નહીં પરંતુ દરેક વ્યક્તિએ પોષક તત્વોથી ભરપૂર ખોરાક ખાવો જોઈએ. આ ઉપરાંત ચાલવા તથા જીમમાં થોડો સમય પસાર કરી શારીરિક પ્રવૃત્તિ કરવા જેવી તેવુ ડોકટરોથી લઈને આરોગ્ય નિષ્ણાતો પણ સૂચન કરતા હોય છે.

3/6સીડસનું કયા સમય પર કરવું સેવન

કોળાના બીજ ખાવાનું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક. તો તેને ખાવાનો શ્રેષ્ઠ સમય બપોર કે સાંજનો છે. કોળાના બીજ મેગ્નેશિયમથી ભરપૂર હોય છે. કસરત કર્યા બાદ મીઠા વગર 1-2 ચમચી શેકેલા કોળાના બીજ ખાવાથી લાભ થશે.

4/6સીડસનું કયા સમય પર કરવું સેવન

સ્વાસ્થ્યમાં ફાયદો મેળવવા તમે સૂર્યમુખીના બીજ શ્રેષ્ટ છે. તમે બપોરના ભોજન સાથે અથવા કસરત પછી 1-2 ચમચી શેકેલા, મીઠા વગરના સૂર્યમુખીના બીજ ખાઈ શકો છો. તેમાં રહેલા વિટામિન E શરીરને પોષણ આપશે અને સતત ઊર્જા જાળવવામાં મદદ કરશે.

5/6સીડસનું કયા સમય પર કરવું સેવન

ચિયા સીડસ ખાવાનો શ્રેષ્ઠ સમય નાસ્તા સાથે અથવા કસરત પહેલાં 60 થી 90 મિનિટ છે. પલાળેલા ચિયા સીડસ શરીરમાં સુગર લેવલને નિયંત્રિત કરે છે. તમે 1-2 ચમચી ચિયા બીજ પાણીમાં રાતભર પલાળી રાખો તેમજ દૂધમાં 15 થી 30 મિનિટ પલાળીને સેવન કરી શકો છો.

6/6સીડસનું કયા સમય પર કરવું સેવન

અળસીના સીડસ નાસ્તો કે બપોરના ભોજન સાથે ખાવામાં આવે છે. તેમાં રહેલા ફાઇબરનું પ્રમાણ તમને લાંબા સમય સુધી પેટ ભરેલું રાખવા મદદ કરે છે. 1-2 ચમચી તાજા અળસીના બીજને પીસીને તેને પોર્રીજ, દાળ, શાકભાજી, સલાડ અથવા સ્મૂધીમાં ઉમેરીને ખાઈ શકો છો.

Gallery Ads