આજકાલ લોકોમાં ખાનપાનની આદતો બદલાઈ છે. ખોટી આદતના કારણે લોકો દુર્લભ બીમારીના શિકાર થઈ રહ્યા છે. સારા સ્વાસ્થ્ય માટે પૌષ્ટીક આહાર જરૂરી છે. તેમ લીવર પણ શરીરનો મહત્વનો ભાગ છે. લીવર, આપણે જે ખોરાક ખાઈએ છીએ તેનું યોગ્ય રીતે પાચન કરી ઝેરી તત્વો દૂર કરવાનું કાર્ય કરે છે. એટલે જ આરોગ્ય તંદુરસ્ત રાખવા લીવર સ્વસ્થ રાખવું જરૂરી છે. એવા કેટલાક ખોરાક છે લીવરને ડિટોક્સિફાય કરશે. રોજિંદા આહારમાં તમે આ ખોરાકને સામેલ કરી લીવર અને શરીર બંને સ્વસ્થ રાખી શકો છો.
લીવર સ્વસ્થ રાખશે આ આહાર
લીવરને ડિટોક્સિફાઇ કરવા માટે લસણ ખાવાનું શરુ કરો. લસણમાં સલ્ફર ધરાવતા સંયોજનો હોવાથી લીવર એન્ઝાઇમ્સને સક્રિય કરી ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરશે. લીલા પાંદડાવાળા શાકભાજી, એવાકોડા અને હળદર પણ લીવર સ્વસ્થ રાખવા માટેના બેસ્ટ ફૂડ છે. લીલા પાંદડાવાળા શાકભાજીમાં ક્લોરોફિલ છે જ્યારે હળદરમાં કર્ક્યુમિન નામનું તત્વ કુદરતી ડિટોક્સિફાયરનું કામ કરે છે. અને એવોકાડો બળતરા વિરોધી અને એન્ટી-ઓક્સિડન્ટ ગુણધર્મોથી ભરપૂર છે. ખરાબ ખાવાના કારણે લીવરને થતા નુકસાનથી રોકવા આ ફૂડનું સેવન શરૂ કરી દો.













