કેન્સર, અંધત્વ અને લકવા જેવા ગંભીર રોગો માત્ર શરીરને નબળા પાડતા નથી, પરંતુ પરિવાર અને સમાજ પર પણ ઊંડી અસર કરે છે. વૈજ્ઞાનિકોએ અદ્યતન રસી વિકસાવી છે. જેને લઇને અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે, વર્ષ 2030 સુધી આ રોગોને દુનિયામાંથી લગભગ નાબૂદ કરી શકાય છે.
કેન્સરથી કાયમ માટે છુટકારો ?
દુનિયામાં કેન્સર મૃત્યુના સૌથી મોટા કારણોમાંનું એક છે. દર વર્ષે લાખો લોકો આ રોગનો શિકાર બને છે. હવે વૈજ્ઞાનિકોએ એવી અદ્યતન રસી વિકસાવી છે, જે કેન્સરના કોષોને સીધી અસર કરે છે અને તેમને વધતા અટકાવે છે. સંશોધનમાં જાણવા મળ્યું છે કે આ રસી રોગપ્રતિકારક શક્તિને એટલી મજબૂત બનાવે છે કે શરીર પોતે જ કેન્સરના કોષો સામે લડવાનું શરૂ કરે છે. જો આ રસી મોટા પાયે સફળ થાય છે. તો 2030 સુધીમાં કેન્સરની સારવાર સરળ અને સસ્તી થઈ જશે અને લાખો લોકોના જીવ બચાવી શકાશે. અંધત્વ પણ એક એવી સમસ્યા છે જે વ્યક્તિના જીવનને અંધકારમાં જ નહીં, પણ તેના સપનાઓને પણ રોકી દે છે. હવે વૈજ્ઞાનિકોએ આંખના કોષોને પુનર્જીવિત કરવા માટે એક નવી ટેકનોલોજી અને ખાસ રસી પર કામ કર્યું છે. આ રસીની મદદથી, આંખોની નબળી ચેતાઓ ફરીથી કામ કરવાનું શરૂ કરી શકે છે.
લકવાથી મુક્તિ મળશે ?
લકવા એ એક એવી સ્થિતિ છે જેમાં વ્યક્તિનું આખું શરીર અથવા શરીરનો કોઈપણ ભાગ કામ કરવાનું બંધ કરી દે છે. તે વ્યક્તિને માત્ર શારીરિક રીતે જ નબળું બનાવતું નથી, પરંતુ માનસિક અને નાણાકીય બોજ પણ મૂકે છે. વૈજ્ઞાનિકોએ હવે એક અદ્યતન રસી વિકસાવી છે જે ચેતા કોષોનું સમારકામ કરે છે અને ક્ષતિગ્રસ્ત ચેતાકોષોને ફરીથી સક્રિય કરે છે.
Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. સંદેશ ન્યૂઝ આ મામલે પુષ્ટી કરતું નથી. કોઈપણ સૂચનનો અમલ કરતા પહેલા તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.