શરીરમાં થતા પરિવર્તનો સમજીને તુરંત તેનું નિદાન કરાવવાથી મોટી બીમારી સામે લડવા માટે પુરતો સમય અને શક્તિ મળે છે. કોઇપણ બીમારી શરૂઆતમાં સંકેત આપે છે. અને શારિરીક તથા માનસિક બદલાવ કરે છે.
કેન્સર કેસના મામલે ભારત બીજા નંબરે
દુનિયાભરમાં કેન્સરના કેસ પર નજર કરવામાં આવે તો ભારત દેશ બીજા ક્રમે આવે છે. જ્યાં વિવિધ કેન્સરના કેસ સૌથી વધુ જોવા મળે છે. આ ક્રમમાં ચીન પ્રથમ છે. આ દેશોમાં વસ્તી પણ વધુ છે. જેના કારણે કેન્સરના કેસ પણ વધુ જોવા મળે છે. International Agency for Research on Cancerના GLOBOCANના વર્ષ 2022ના ડેટા મુજબ કેન્સરના વિવિધ 14 લાખ જેટલા કેસ સામે આવ્યા હતા. તો 9 લાખ જેટલા કેન્સરના દર્દીઓના મોત નિપજ્યા હતા.
ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા
કેન્સરના વધી રહેલા મામલાઓને જોતા એક રિસર્ચ કરવામાં આવ્યુ હતુ. જેમાં ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા હતા. 20 ઓગસ્ટના રોજ જાવા નેટવર્કની રિપોર્ટ સામે આવી હતી. જેમાં દર 10માં વ્યક્તિને જીંદગીભર કેન્સરનો ખતરો રહે છે. એટલે કે 11 ટકા લોકો આ ગંભીર બીમારીનો સામનો જીવનભર કરે છે. National Cancer Registry Programme Investigator Groupએ આ શોધ કરી છે.
કયા રાજ્યમાં સૌથી વધુ ખતરો ?
મિઝોરમની રાજધાની આઇઝોલ કેન્સર કેસમાં સૌથી વધુ પ્રભાવિત છે. અહીં કેન્સરના સૌથી વધુ મામલાઓ સામે આવ્યા છે. અહીં 1 લાખ પુરુષોમાંથી 256 પુરુષોને કેન્સર છે. તો 1 લાખ મહિલાઓમાંથી 217 મહિલાઓને કેન્સર છે. પૂર્વોત્તર ભારતના 6 જિલ્લા સૌથી વધુ ગંભીર છે. આ ઉપરાંત કાશ્મીરી ઘાટી અને કેરળમાં પણ કેન્સરના કેસ વધુ જોવા મળ્યા છે. તો સિવાય હૈદરાબાદમાં 1 લાખ મહિલાઓમાંથી 154 મહિલાઓને કેન્સરની બીમારી છે. આ સિવાય દિલ્હીમાં પણ સ્થિતિ વિકટ બની છે.
દેશના નોર્થ-ઇસ્ટ ભાગો પણ પ્રભાવિત
દેશના નોર્થ-ઇસ્ટ ભાગમાં બે પ્રકારના કેન્સર વધુ જોવા મળે છે. જેમાં બ્રેસ્ટ અને ઓરલ કેન્સર સામેલ છે. આ ઉપરાંત એસોફૈગલ કેન્સર. ખાવાની નળીમાં જોવા મળે છે. તો બીજુ છે પેટનું કેન્સર. તો ગામડાંઓમાં સર્વાઇકલ કેન્સર પણ સૌથી વધુ જોવા મળે છે.
Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. સંદેશ ન્યૂઝ આ મામલે પુષ્ટી કરતું નથી. કોઈપણ સૂચનનો અમલ કરતા પહેલા તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.
