આપણા રસોડામાં અનેક સ્વાસ્થ્ય સમસ્યા દૂર કરવાના ઉપચાર રહેલા છે. રસોડામાં ઉપયોગમાં લેવાતા લવિંગ, તજ, હળદર જેવા મસાલા શારીરિક સમસ્યા માટેના રામબાણ ઇલાજ છે. મીઠાઈને સુંગધીદાર અને સ્વાદિષ્ટ બનાવનાર નાની ઇલાયચી પણ એક આર્યુવેદિક દવા છે. નાની લીલી ઇલાયચી માત્ર સ્વાદ અને સુગંધ માટે જ નહીં, પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. જો ઇલાયચીનું યોગ્ય રીતે સેવન કરવામાં આવે તો અઢળક ફાયદા મળી શકે છે. આર્યુવેદ મુજબ દરરોજ રાત્રે ઇલાયચી ખાવાથી સ્વાસ્થ્ય ફરિયાદોમાં મોટી રાહત મળે છે.
રાત્રે ઇલાયચી ખાવાના ફાયદા
સૂતા પહેલા ઇલાયચી ખાવાથી અપચો, ગેસ જેવી પેટ સંબંધિત સમસ્યામાં મોટી રાહત મળે છે. અને સવારે પેટ સાફ થતા પેટમાં ભારેપણું લાગતું નથી. ઇલાયચીના દાણામાં રહેલા કુદરતી તત્વો મનને શાંત કરે છે અને રાત્રે ઊંઘા સારી આવે છે. ભોજન લીધા બાદ મોઢામાંથી દુર્ગંધ આવતી હોય છે. ત્યારે ઇલાયચી ખાઈ આ દુર્ગંધ તો દૂર થશે સાથેસાથે મોંની અંદર રહેલ કિટાણું પણ દૂર થશે. રાત્રે ઇલાયચી ખાવાથી બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે અને કોલેસ્ટ્રોલને પણ સંતુલિત રાખે છે. શરીરને ડિટોક્સિફાય કરશે. ત્વચાને સ્વચ્છ અને ચમકદાર બનાવે છે. ઇલાયચીમાં રહેલ એન્ટીઑકિસડન્ટ ત્વચા અને વાળની સમસ્યા માટે ફાયદાકારક છે.
