પ્રાચીન આયુર્વેદમાં ઘીને અમૃત તરીકે વર્ણવવામાં આવ્યું છે. આજે પણ વાનગીઓમાં અને સ્વાસ્થ્ય બંને માટે ઘીનો ઉપયોગ થાય છે. ખાસ કરીને રાત્રે સૂતા પહેલા ચહેરા પર ઘી લગાવવાથી ત્વચાને ઘણા ફાયદા થાય છે. તે માત્ર કુદરતી મોઇશ્ચરાઇઝર તરીકે જ નહી પણ કરચલીઓ, ડાઘ અને નિસ્તેજ ત્વચા જેવી સમસ્યાઓને ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે.

ઘીના અનેક ફાયદાઓ

શુષ્ક ત્વચાથી છુટકારો મેળવવા માટે ચહેરા પર ઘી લગાવવાથી ત્વચામાં ભેજ જળવાઈ રહે છે. શિયાળામાં તે કુદરતી મોઇશ્ચરાઇઝર તરીકે કામ કરે છે અને ત્વચાને નરમ રાખે છે. કરચલીઓ અને ફાઇન લાઇન્સમાં ઘટાડો કરવામાં પણ ઘીમાં વૃદ્ધત્વ વિરોધી ગુણધર્મો ધરાવે છે. જે ત્વચાને સ્વસ્થ રાખે છે. દરરોજ રાત્રે ઘી લગાવવાથી કરચલીઓ અને ફાઇન લાઇન્સની સમસ્યા ઓછી થઈ શકે છે. પિગમેન્ટેશન અને ડાઘથી રાહત મળે છે. ઘી ચહેરાના ડલનેસ અને ડાર્ક સ્પોટ્સ ઘટાડવામાં મદદ કરે છે. નિયમિત ઉપયોગથી ત્વચાનો રંગ તેજસ્વી અને સ્પષ્ટ દેખાવા લાગે છે.

ત્વચાને મળે છે કુદરતી ચમક

કુદરતી ચમક મેળવવાનો સરળ રસ્તો ઘી છે. જો ચહેરો નિસ્તેજ અને નિર્જીવ દેખાય છે. તો ઘી લગાવવાથી ત્વચામાં કુદરતી ચમક આવે છે. તે ત્વચાને અંદરથી પોષણ આપીને સ્વસ્થ બનાવે છે. હોઠની શુષ્કતાની સારવાર માટે ઘી ઉત્તમ છે. ફક્ત ચહેરા માટે જ નહીં પણ હોઠ માટે પણ સારું કામ કરે છે. સૂતી વખતે હોઠ પર ઘી લગાવવાથી શુષ્કતા અને ફાટેલા હોઠની સમસ્યાઓ દૂર થાય છે. ડાર્ક સર્કલ ઘટાડવામાં મદદરૂપ થાય છે. ઘી માલીશ આંખોની આસપાસની ત્વચાને આરામ આપે છે અને રક્ત પરિભ્રમણ વધારે છે. આ ધીમે ધીમે ડાર્ક સર્કલ અને સોજો ઘટાડી શકે છે. 


Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. સંદેશ ન્યૂઝ આ મામલે પુષ્ટી કરતું નથી. કોઈપણ સૂચનનો અમલ કરતા પહેલા તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.