તમે ઓવરનાઈટ પલાળેલા સુકા મેવા બીજ અથવા અન્ય વસ્તુઓના ફાયદાઓ વિશે તો ચોક્કસ સાંભળ્યું હશે. પરંતુ શું તમને ખબર છે કે રાત્રિભર મટકામાં રાખેલું પાણી પણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયક હોય છે? આ કોઈ નવો ટ્રેન્ડ નથી, પરંતુ ભારતીય સંસ્કૃતિમાં સદીઓથી ચાલી આવતી એક પરંપરા છે.જૂના સમયમાં લોકો ફ્રીઝનુ ઠંડુ પાણી છોડીને માટલાનું પાણી પીતા હશે. જ્યારે તમે પાણીને રાત્રિભર માટલામાં ભરીને રાખો છો. ત્યારે તે અલ્કલાઇન બની જાય છે. આવો તેના અદ્દભુત ફાયદા વિશે જાણીએ.

શરીરની ગરમીને ઓછી કરે છે
માટલામાં રાખેલું પાણી પ્રાકૃતિક રૂપે ઠંડુ હોય છે. જ્યારે તમે તેને રોજ સવારે પીવો છો, તો આ શરીરીની ગરમીને સંતુલિત કરે છે અને હીટ સ્ટ્રોક અથવા ઝીણી ગરમીથી બચાવે છે.

પાચનતંત્રને રાખે છે દુરસ્ત
ઓવરનાઇટ માટલાનું પાણી પાચનમાં સહાયક હોય છે. આ પાણી એસિડીટી અને કબજિયાત જેવી સમસ્યાઓને ઓછી કરે છે. જેનાથી પેટ હળવુ અને સાફ મહેસૂસ થાય છે. જે લોકોને પાચન સાથે જોડાયેલી તકલીફો છે તેમણે આ પાણી અવશ્ય પીવું જોઇએ.

બોડીને કરે છે ડિટોક્સિફાઇડ
માટલાની માટીમાં પ્રાકૃતિક મિનરલ્સ રાત્રિભર પાણીમાં ભળી જાય છે. આ પાણી શરીરના ટોક્સિન્સને બહાર નીકાળવામાં મદદ કરે છે. જેનાથી સ્કિન અને શરીર બંને સ્વસ્થ રહે છે. આ શરીરને અંદરથી ડિટોક્સિફાઇડ કરે છે.

ઇમ્યુનિટીને કરે છે મજબૂત
રોજ સવારે ઓવરનાઇટ માટલાનું પાણી પીવાથી બોડીને જરૂરી મિનરલ્સ મળે છે. જે રોગ પ્રતિરોધક ક્ષમતા વધારવામાં મદદ કરે છે. આ એક અલ્કલાઇન વોટરના રૂપમાં કાર્ય કરે છે અને કેન્સર જેવી ગંભીર બિમારીઓથી પણ બચાવે છે.

  • Follow us on: