દિવાળી તહેવારને લઈને લોકો તૈયારીમાં લાગ્યા છે. અત્યારે તહેવારોની સિઝન ચાલી રહી છે. અને હવામાનમાં પણ બદલાવ થઈ રહ્યો છે. એકબાજુ વરસાદ, વાવાઝોડાં વચ્ચે શિયાળાની ઠંડી-ઠંડી હવાની રાત્રે શરૂઆત થઈ છે. આ બદલાતી ઋતુમાં મોટાભાગના લોકો શરદી અને ઉધરસની સમસ્યાના શિકાર થાય છે. અને આ સમસ્યા દૂર કરવા લોકો જાતે જ બજારમાં વેચાતી કફ શિરપની દવા લે છે. પરંતુ ડોક્ટરના પ્રિસ્ક્રીપ્શન વગર લેવાતી કફ શિરપ સ્વાસ્થ્ય માટે મોટું જોખમ બની શકે છે. તાજેતરમાં કફ શિરપથી બાળકોના મોતની ઘટનાના અહેવાલથી ફરી કફ શિરપ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે કે કેમ તેને લઈને સવાલ ઉઠવા લાગ્યા છે.

કફ સીરપ સ્વાસ્થ્ય માટે બની શકે નુકસાનકારક

આરોગ્ય નિષ્ણાતના જણાવ્યા મુજબ કોઈપણ સમસ્યા હોય જાતે દવા લેવી સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. કફ સીરપનો સામાન્ય રીતે સૂકી ઉધરસને દબાવવા માટે થાય છે, પરંતુ વધુ પડતી માત્રાના કારણે કયારેક ચક્કર આવવા, ઉલટી થવી અને બેભાન થવાની સમસ્યા પણ જોવા મળે છે. ખાસ કરીને બાળકો માટે કફ સીરપનો ઓવરડોઝ ખતરનાક બની શકે છે. કારણ કે કોઈપણ કંપનીની કફ સિરપ હોય તેમાં વપરાતા ક્ષાર સમાન હોય છે. કેટલીક કફ સીરપમાં ડેક્સ્ટ્રોમેથોર્ફન, ડાયથિલિન ગ્લાયકોલ (DEG) અને ઇથિલિન ગ્લાયકોલ (EG) જેવા રસાયણો હોય છે.

કફ સીરપને લાંબો સમય રાખવા રસાયણોનો ઉપયોગ

આ રસાયણોનો કફ સીરપને લાંબા સમય સુધી બગડતો અટકાવવા માટે પ્રિઝર્વેટિવ્સ તરીકે ઉમેરવામાં આવે છે. આ રસાયણો મૂળભૂત રીતે દ્રાવક તરીકે કાર્ય કરે છે, પરંતુ કયારેક તેની વધુ માત્રા અથવા રોગપ્રતિકાર શક્તિ નબળી હોય તેવા લોકો ઉપયોગમાં લે તો તે ઝેરી અસર કરી શકે છે. આ રસાયણો હોવાથી કફ સિરપ કેટલાક સંજોગોમાં કિડની અને લીવરને ગંભીર નુકસાન પણ પહોંચાડી શકે છે. કફ સિરપને ટેસ્ટી બનાવવા અને લાંબો સમય સુધી ટકી રહે માટે તેમાં આ પ્રિઝર્વેટિવ્સ ઉમેરવામાં આવે છે. જેથી કરીને બાળકોને તેનો સ્વાદ પસંદ આવે. પરંતુ તેના કારણે જ કયારેક બાળકો કફસીરપ વધુ લેવાનો પ્રયાસ કરતા ઓવરડોઝનું જોખમ વધે છે.

(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )
  • Follow us on: