પેટમાં વારંવાર દુખાવાની ફરિયાદ રહેતી હોય તો તેને નજરઅંદાજ ના કરવી જોઈએ. શરીરમાં સામાન્ય દેખાતા આ લક્ષણો દુર્લભ બીમારીનો સંકેત હોઈ શકે તેવી ડોક્ટરે ચેતવણી આપી છે. ઉપચાર કર્યા બાદ પણ પેટમાં સતત દુખાવો અને અપચામાં જેવી સ્વાસ્થ્ય સમસ્યા ફરી ઉદભવે છે. તો ચોક્કસ આ સંકેત પેટના કેન્સર બીમારીના પ્રાથમિક લક્ષણો છે. લગભગ 2005 પછી પેટ કેન્સરના દર્દીઓ વધ્યા છે. પેટનું કેન્સર એક ગંભીર રોગ છે. શરીરમાં આ લક્ષણો પેટ કેન્સરનો સંકેત હોઈ શકે છે.
પેટ કેન્સરના આ છે લક્ષણો
પેટનું કેન્સર, જેને ગેસ્ટ્રિક કેન્સર તરીકે પણ ઓળખવામાં આવે છે, તે એક ગંભીર રોગ છે જે પેટના આંતરિક અસ્તરથી શરૂ થાય છે અને ધીમે ધીમે અસ્તરમાં ઊંડે સુધી ફેલાઈ શકે છે. શરૂઆતના તબક્કામાં, તેના લક્ષણો હળવા અથવા અસ્પષ્ટ હોય છે, જેના કારણે તેનું નિદાન કરવું મુશ્કેલ બને છે. પેટમાં લાંબા સમય સુધી દુખાવો થાય અથવા બળતરા રહેતી હોય તો પેટ કેન્સરનું લક્ષણ છે. કયારેક ખોરાક ખાધા પછી પેટમાં ભારેપણું અથવા દુખાવો થવો, ભૂખ ન લાગવી, અચાનક ખાવાની ઇચ્છા ઓછી થઈ જવી, કોઈ કારણ વગર વારંવાર ઉલટી થવી. પેટમાં સોજો અથવા ભારેપણું આવવું, થોડું ખાધા પછી પણ ફૂલેલું લાગવું. કારણ વગર વજન ઘટવું, ડાયેટિંગ કે કસરત કર્યા વિના અચાનક વજન ઘટવું. કાળા મળ કે લોહી, શરીરમાં થાક અને નબળાઈ સહિતના તમામ લક્ષણો પેટ કેન્સરના છે.













