આજના સમયમાં ફિટ રહેવા માટે લોકો પ્રોટીનયુક્ત આહાર પર વધુ ભાર આપી રહ્યા છે. ખાસ કરીને જીમમાં જતા લોકો પોતાના આહારમાં પ્રોટિનનો ખોરાક વધુ લે છે. શાકાહારી લોકો માટે પનીર અને સોયાબીન પ્રોટીનના મુખ્ય સ્ત્રોત માનવામાં આવે છે. ખાસ કરીને જીમ જનારા યુવાનો સોયા ચંક્સનું પુષ્કળ સેવન કરે છે. પરંતુ સોયા ખાવું જંક ફૂડ કરતાં પણ વધુ ખતરનાક છે તેવું હેલ્થ એક્સપર્ટે ખુલાસો કર્યો છે. સોયાબીન વિશે હેલ્થ એક્સપર્ટનો આ ખુલાસો જાણીને તમે પણ ચોંકી જશો. વધુ પડતા સોયા ચંકસ ખાવાથી નુકસાન થઈ શકે છે તે જાણીએ.
સોયાબીન સ્વાસ્થ્ય માટે કેમ નુકસાનકારક
પ્રોટિન મેળવવાના ચક્કરમાં લોકો સોયા ચંકસ ખાવા લાગ્યા છે. પરંતુ સોયાબીન એટલે કે સોયા ચંકસ ખાવું સ્વાસ્થ્યને નુકસાન પણ કરી શકે છે. બજારમાં મળતા સોયા ચંક્સ ખૂબ જ પ્રોસેસ્ડ હોય છે. તેમાં ઘણીવાર 80-90% રિફાઇન્ડ લોટ (મેંદો) હોઈ શકે છે. આ પ્રકારના સોયા ચંકસના સેવનથી બ્લડ સુગરમાં અચાનક વધારો થઈ શકે છે. કેટલાક સંજોગોમાં તેનું સેવન શરીરમાં ઇન્ફ્લેમેશન (બળતરા) પેદા કરી શકે છે, જે લાંબા ગાળે નુકસાનકારક છે. સોયાબીનમાં એવા તત્વો હોય છે જે શરીરને અન્ય જરૂરી પોષક તત્વો શોષવામાં અવરોધ ઉભા કરે છે.
