જંકફૂડ અને બિનઆરોગ્યપ્રદ જીવનશૈલીના કારણે લોકોમાં કબજીયાતની સમસ્યા વધુ જોવા મળે છે. સ્વાસ્થ્ય મામલે લોકો બેદરકાર બન્યા છે.  બજારનું ખાવાના શોખીનોમાં ગેસ, અપચો અને એસિડીટીની સમસ્યા વધુ જોવા મળે છે. તમામ સમસ્યાનું મૂળ પેટ સાથે સંકળાયેલું છે. આર્યુવેદ પણ કહે છે કે બીમારીનું મૂળ પેટ હોય છે. જો પેટ સાફ રહે તો તમે બીમારીઓને દૂર રાખી શકાય. પેટ સાફ રાખવા માટે કેટલાક ઘરેલુ ઉપાય જણાવીશું. આ ડ્રિંકસને તમે બોડી ડિટોક્સ વોટર પણ કહી શકો છો.


શરીરને સ્વસ્થ રાખવા માટે પૂરતા પ્રમાણમાં પાણી પીવું જરૂરી છે. શરીરને સ્વસ્થ રાખવા આ ડ્રિંકસ વધુ ઉપયોગ સાબિત થશે.

લીંબુ જયુસ :જો તમે પણ તમારા પેટ અને શરીરમાં જમા થયેલી ગંદકી દૂર કરવા માંગો છો તો આ પીણાંનું સેવન કરો. પેટ સાફ કરવા માટે, તમે સવારે ખાલી પેટે હૂંફાળા પાણીમાં લીંબુ ભેળવીને પી શકો છો. લીંબુમાં રહેલ પેક્ટિન ભુખને દૂર કરે છે જેના કારણે વધતા વજન પર નિયંત્રણ રાખવામાં મદદ મળે છે. મોટાભાગના લોકો ત્વચા અને વજન ઉતારવા લીંબુનો ઉપયોગ ઔષધી તરીકે છે. લીંબુમાં રહેલ સાઈટ્રિક એસિડ ત્વચાની સમસ્યામાં રાહત આપે છે.

એલોવેરાના જયુસ : ઔષધીય ગુણથી ભરપૂર એલોવેરાના જયુસનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ રસનું સેવન કરીને તમે તમારું પેટ સાફ કરી શકો છો. સામાન્ય રીતે સ્કીન અને વાળની સમસ્યા દૂર કરવા લોકો તેનો વિવિધ રીતે ઉપયોગ કરે છે. એલોવેરા છોડમાં આવશ્યક ઉત્સેચકો હોય છે જેના કારણે પાચનક્રિયા સારી રહે છે. ખાલી પેટે આ જ્યુસનું સેવન શરીરને ડિટોક્સ કરવામાં મદદ કરશે.

કાકડીનો જયુસ : પેટ સાફ રાખવા માટે દરરોજ કાકડીના પાણીનું સેવન કરી શકો છો. કાકડીમાં 95 ટકા જેટલું પાણીનો ભાગ છે, જે શરીરને હાઇડ્રેટ રાખવામાં મદદ કરશે. આ ઉપરાંત તમે સલાડ તરીકે બપોરના ભોજનમાં તેનો સમાવેશ કરી શકો છો. કાકડીમાં વિટામિન સી, બીટા કેરોટીન અને એન્ટી-ઓક્સીડેન્ટ મળી આવે છે જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.


(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )

  • Follow us on: