વધતી ઉમંરની સાથે શારીરિક સ્વાસ્થ્યમાં બદલાવ આવે છે. મોબાઈલ યુગ અને વધતી ઉમંરના કારણે આજે લોકોને વસ્તુઓ જલદી યાદ રહેતી નથી. વધતી ઉમંરની સાથે યાદશક્તિ નબળી પડવા લાગે છે. આમ, થવાનું કારણ મગજની નિષ્ક્રિયતા છે. તમારું મગજ સ્વસ્થ અને સક્રિય રાખવા દરરોજ કેટલીક કસરત કરવી જોઈએ. હેલ્થ એક્સપર્ટ કહે છે કે કસરતની સાથે જો આ ખોરાકને આહારમાં સામેલ કરશો નિષ્ક્રિય મગજ તેજ થશે અને યાદશક્તિમાં સુધારો થેસ
મગજને સક્રિય બનાવશે આ આહાર
શરીર તંદુરસ્ત રાખવા લોકો 40 વર્ષની ઉમંર પછીથી ડ્રાયફ્રટ જેવા પૌષ્ટિક આહારને રોજિંદા આહારમાં સામેલ કરે છે. પરંતુ ઉમંર વધવાની સાથે જેમ શરીર નબળું પડતા વારંવાર બીમારીના શિકાર થઈએ છીએ તેમ યાદશક્તિ નબળી પડતા કેટલીક સમસ્યા ઉભી થાય છે. હેલ્થ એક્સપર્ટ કહે છે કે આ, માટે તમારે 40 વર્ષની ઉમંરે પહોંચ્યા પહેલા જ પોતાના ખોરકામાં બદલાવ લાવો જોઈએ. વધતી ઉંમર સાથે મગજને નબળું પડતું અટકાવવા આ ખોરાક વધુ ઉપયોગ બનશે.
સંશોધનમાં પણ સામે આવ્યું છે કે આ આહાર મગજની શક્તિ માટે વધુ ફાયદાકારક છે. આ આહારનું સેવન વધતી ઉમંર સાથે એકાગ્રતામાં પડતી ખલેલ દૂર કરવામાં મદદ કરશે.
બ્લુબેરી : આ ફળ બ્લુબેરીમાં એન્ટીઑકિસડન્ટ હોય છે. જે મગજને કોઈપણ પ્રકારના નુકસાનથી બચાવે છે. એટલે અઠવાડિયામાં બે કે ચાર વખત નિયમિત આ ફળનું સેવન કરી તમે યાદશક્તિમાં સુધારો કરી શકો છો. બ્લુબેરી ખાવાથી મગજ સ્વસ્થ રહે છે.
નારંગી : આ યાદીમાં બીજું નામ નારંગીનું છે, જે વિટામિન સીથી ભરપૂર છે. નારંગીમાં હાજર વિટામિન સી મગજને મુક્ત રેડિકલથી રક્ષણ આપે છે અને યાદશક્તિ અને ધ્યાન સુધારે છે.
હળદર : તેના એન્ટીબેક્ટેરિયલ અને બળતરા વિરોધી ગુણધર્મો માટે જાણીતી છે, હળદરમાં ઘણા એન્ટીઑકિસડન્ટો હોય છે. આમાંથી એક કર્ક્યુમિન છે, જે બળતરા ઘટાડે છે, મૂડ સુધારે છે અને યાદશક્તિ સુધારે છે.
કોળાના બીજ: આ ફળમાં મેગ્નેશિયમ, ઝીંક અને આયર્નની સાથે અન્ય પોષક તત્વો પણ ભરપૂર માત્રામાં રહેલા છે. કોળાના બીજનું સેવન કરવાથી મગજની કાર્યક્ષમતા સુધરશે સાથે-સાથે વારંવાર થતા મૂડ સ્વિંગમાં પણ મદદ રહેશે.
ડાર્ક ચોકલેટ : ચોકલેટ આજે બાળકોથી લઈને મોટા તમામને પસંદ છે. જો કે ડાર્ક ચોકલેટ માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી હોવાનું છેલ્લા કેટલાક દિવસોમાં સામે આવ્યું છે. તેમાં ફ્લેવોનોઈડ્સ અને કેફીન મૂડ સુધારે છે અને તણાવ ઘટાડવામાં મદદ કરે છે. મહિલાઓ પીરિયડ દરમ્યાન આ ચોકલેટનું ખાસ સેવન કરે છે.