શરીરના સ્વાસ્થ્ય માટે ઘીનું સેવન ફાયદાકારક માનવામાં આવે છે. ઘીમાં વિટામિન A, D, E અને K પણ ભરપૂર માત્રામાં હોય છે. એટલે સાંધાનો દુખાવો, કબજીયાતની સમસ્યા અને ત્વચાની સમસ્યામાં ઘીનું સેવન એક અસરકારક ઘરેલુ ઉપચાર છે. ઘીમાં ઘણા પ્રકારના વિટામિન અને ખનિજો રહેલા છે. જો કે આર્યુવેદમાં આ વસ્તુઓ સાથે ઘીનું સેવન નુકસાનકારક માનવામાં આવે છે. 


ઘી સેવનના ફાયદા

દરરોજ ઘીનું સેવન તમારી રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. રોજ ગાયનું ઘી ખાવાથી સ્પર્મ કાઉન્ટ વધે છે તેમજ ડાઈજેશન સારું રહે છે. ખાલી પેટે ઘીના સેવનથી યાદશક્તિ તેજ થાય છે અને હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આટલા ફાયદા હોવા છતાં આર્યુવેદ નિયમ મુજબ સ્વસ્થ રહેવા માટે કયારે પણ આ વસ્તુઓ સાથે ઘીનું સેવન ના કરવું કારણ કે તેના સંયોજનથી શરીર સંબંધિત સમસ્યા ઓછી થશે નહી પરંતુ વધુ ગંભીર બનશે.  

આ વસ્તુઓ સાથે ઘીનું સેવન નુકસાનકારક

માછલી અને ઘી: માછલી અને ઘી એકસાથે ન ખાવા જોઈએ કારણ કે માછલી સ્વભાવે ગરમ છે, જ્યારે ઘીની પ્રકૃતિ ઠંડી છે. આર્યુવેદ મુજબ બંનેમાં વિરોધી ગુણધર્મ છે એટલે બંનેને એકસાથે ખાવાથી પાચનમાં સમસ્યા થઈ શકે છે અને શરીરમાં ઝેરી તત્વો એકઠા થઈ શકે છે. જેના કારણે એલર્જી અને ફોલ્લીઓ જેવી સમસ્યા ઉદભવી શકે છે.એટલે એકસાથે ઘી અને માછલીનું સેવન ટાળવું જોઈએ.

મૂળા અને ઘી : મૂળા એક તીખી અને ગરમ શાકભાજી છે. અને જ્યારે તેને ઘી સાથે ખાવામાં આવે છે, જે તેલયુક્ત અને ઠંડુ હોય છે, ત્યારે આ સંયોજન શરીરને ખલેલ પહોંચાડી શકે છે. આ સંયોજનથી શરીરમાં પેટ ફૂલવું, એસિડિટી અથવા અપચો જેવી પાચન સમસ્યાઓ થઈ શકે છે.

દહીં અને ઘી : દહીં અને ઘી બંને ભારે અને તેલયુક્ત હોય છે અને તેમને એકસાથે ખાવાથી પાચનતંત્રની કામગીરી ધીમી પડી શકે છે. નિષ્ણાતોના મતે, દહીં અને ઘી એકસાથે ખાવાથી પાચન ધીમું થઈ શકે છે, ઝેરી તત્વો એકઠા થઈ શકે છે અને ત્વચાની સમસ્યાઓ પણ થઈ શકે છે.


(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )

  • Follow us on: