ફાફડા, ખમણ અને ગાંઠીયા જેવા ફરસાણ લીલા મરચાં વગર અધૂરા છે. લીલા મરચાં ફરસાણાના સાથી કહેવાય છે. તીખાં અને મસાલેદાર લીલા મરચાં શરીર માટે ગુણકારી છે. લીલા મરચાંમાં વિવિધ પ્રકારના પોષક તત્વો રહેલા છે. એટલે તેનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને શરીર મજબૂત થાય છે. સ્થૂળતા, કોલેસ્ટ્રોલ અને કેન્સરના કોષોને રોકવામાં લીલાં મરચાંનું સેવન ફાયદાકારક છે.


વિટામિનનો સ્ત્રોત લીલા મરચાં

લીલા મરચામાં સારી માત્રામાં વિટામિન સી અને વિટામિન K છે. વિટામિન સી સ્વસ્થ ત્વચા અને હાડકાં માટે જરૂરી છે. પરંતુ તળેલાં અને મસાલેદાર નહીં તાજા લીલા મરચાં ખાવાથી જ પૂરતા પ્રમાણમાં વિટામિન મળશે.  વિટામિન K ની ઉણપથી નાકમાંથી રક્તસ્ત્રાવ અને ઘાની સમસ્યા થાય છે. આવી સ્થિતિમાં દરરોજ એક કાચું લીલું મરચું ખાવાથી આ સમસ્યામાં રાહત મળશે. લીલા મરચામાં રહેલું રાસાયણિક સંયોજન કેપ્સેસીન તેમને મસાલેદાર સ્વાદ આપે છે. તેના ઘણા સ્વાસ્થ્ય લાભો છે.

લીલા મરચાંના ફાયદા

પોષકતત્વોથી ભરપૂર છે લીલા મરચાં. પાચનતંત્રની સમસ્યા અને આંખોની રોશની માટે તેનું સેવન ફાયદાકારક છે. લીલા મરચામાં થોડી માત્રામાં ફાઇબર છે જે ક્રોનિક કબજિયાતમાં રાહત આપે છે. દરરોજ લીલા મરચાંના સેવનથી કોલોન કેન્સરનું જોખમ ઘટે છે. તેમાં બીટા કેરોટીન અને લ્યુટીન જેવા એન્ટીઑકિસડન્ટો આંખો સ્વસ્થ રાખે છે. બીટા કેરોટીન અને લ્યુટીન તેને લીલો રંગ આપે છે, જે તેને કુદરતી આંખનું રક્ષક બનાવે છે. આ સિવાય એનિમિયા સામે લડવામાં, ઉર્જા સ્તર જાળવવામાં અને તણાવ ઘટાડવામાં પણ મદદ કરે છે. આટલા બધા સ્વાસ્થ્ય લાભ લેવા કોથમીર અને આમળાની ચટણી તેમજ શાકભાજીમાં દરરોજ લીલા મરચાંનો ઉપયોગ કરી શકો છો.


(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )

  • Follow us on: