પીળા દાંત ચહેરાની સ્માઈલ ગાયબ કરે છે. કયારેક આપણે જોયું હશે કે લોકો હસવામાં પણ બહુ કંજૂસી કરતા હોય છે. મહેફિલમાં એકબાજુ હાસ્યના ફુવારા ઉડતા હોવા છતાં કેટલાક લોકો પરાણે હસતા હોય તેવું દેખાશે. તેમનું આ કરવા પાછળનું કારણ દાંત પર પીળાશ છે. એટલે કે હસતી વખતી દાંત પરની પીળાશ દેખાવા લાગશે જેના કારણે તેઓ વધુ શરમ અનુભવે છે. ઘરેલુ ઉપચારથી દાંતની પીળાશ દૂર કરી શકાય.
દાંતની પીળાશ દૂર કરવા ઘરેલુ ઉપચાર
ચહેરાની સ્માઈલની દુશ્મન એવી દાંતની પીળાશ દૂર કરવા માટે તમારે ડેન્ટીસ્ટની મુલાકાત લેવી જરૂરી નથી. કારણ કે એક વખત ડેન્ટીસ્ટ પાસે જઈએ એટલે વારંવાર જે સીટિંગ કરવા પડે છે તે બહુ થકવી નાખે છે. આ પ્રક્રિયા કંટાળાજનક અને ખર્ચાળ પણ છે. જો તમારા દાંતમાં વધુ સમસ્યા ના હોય તો તમે ઘરેલુ ઉપચાર કરી તેને દૂર કરી શકો છો. આજે તમને દાંતની પીળાશ દૂર કરવા ઘરેલુ ઉપચાર જણાવીશું. જે દાંતની સફેદી લાવશે સાથે-સાથે ભયંકર દુખાવામાં પણ રાહત આપશે.
રસોડાના બેકિંગ સોડા ચમકાવશે દાંત
દાંતની પીળાશ દૂર કરવા માટે ઘરના રસોડામાં જ તેની સામગ્રી મળી રહેશે. વાનગીઓમાં વપરાતો બેકિંગ સોડા દાંતમાં થતો સડો અને પીળાશ દૂર કરવામાં ઉપયોગી બનશે. આ ઉપચાર માટે 1 નાની ચમચી બેકિંગ સોડા લો પછી તેમાં થોડું પાણી મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. હવે આ પેસ્ટને ટૂથપેસ્ટની જેમ બ્રશ પર લગાવી લો. લગભગ 2 મિનિટ સુધી આ પેસ્ટવડે દાતંમાં ચારેબાજુ બ્રશને ફેરવો. આમ, કર્યા બાદ સાદા પાણીથી મોં સાફ કરી લો. આ પ્રક્રિયા તમે સવારે અને સાંજે બંને વખત કરી શકો છો. જો આ ઉપચાર બાદ પણ દાંતની પીળાશ ના જાય તો દંત ચિકિત્સકની મુલાકાત લો.
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છૅ અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )