હેલ્થ કોન્સિયસ લોકો તંદુરસ્ત રહેવા સ્વસ્થ ખાવાનું વધુ પસંદ કરે છે. વાસી ભોજન ખાવાનું ટાળે છે. પરંતુ દરેક વખતે વાસી ભોજન હેલ્થ માટે હાનિકારક હોતું નથી. નિષ્ણાતો કેટલાક કિસ્સામાં લોકોને વાસી રોટલી ખાવાની સલાહ આપે છે.વાસી રોટલી ખાવાથી અનેક સમસ્યામાં રાહત મળે છે. વારંવાર ગેસ, એસિડિટી અથવા કબજિયાત જેવી સમસ્યાઓ રહેતી હોય, તો વાસી રોટલી જરૂર ખાવી જોઈએ. વાસી રોટલીની જેમ વાસી ભાતનો પણ ઉપયોગ કરી શકાય છે.
વાસી ભાતના જાણો ફાયદા
વાસી ભાતમાં કુદરતી પ્રોબાયોટિક ગુણધર્મો હોય છે આંતરડાના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. વાસી ભાત ખાવાથી તેમાં રહેલા સારા બેક્ટેરિયા પાચનમાં સુધારો કરે છે અને ગેસ, કબજિયાત, એસિડિટી જેવી સમસ્યામાં રાહત મળે છે. વાસી ભાત ખાવાથી શરીર અંદરથી ઠંડુ રહે છે. ગરમીના દિવસોમાં જરૂર ખાવો જોઈએ. શરીરને હીટ સ્ટ્રોકથી બચાવવા દહીં કે છાશ સાથે ખાવાથી ફાયદો થાય છે. ડાયાબિટીસના દર્દીઓએ તો વાસી ભાત જરૂર ખાવો જોઈએ. વાસી ભાતમાં પ્રતિરોધક સ્ટાર્ચ બ્લડ સુગરનું સ્તર અચાનક વધતું નથી. વિટામીન બી 12 માટે વાસી ભાત અને દહીં એક ઘરેલુ ઉપચાર કહેવાય છે.
વાસી રોટલીના ફાયદા
વાસી રોટલી ખાવાથી વજન નિયંત્રણમાં લાવી શકો છો. તાજી બનાવેલી રોટલીની તુલનામાં વાસી રોટલીમાં સ્ટાર્ચનું પ્રમાણ હોય છે. જે કારણથી તેમાં કેલરી પણ થોડી ઓછી હોય છે. આ જ કારણ છે કે વજન ઘટાડવા માંગતા હોય એવા લોકો માટે આ રોટલી એક સારો વિકલ્પ બની શકે છે. વાસી રોટલીને દહીં સાથે ખાવાથી પેટ ભરાઈ જાય છે અને તમે વધારે ખાવાથી બચી શકો છો. વાસી રોટલીમાં એવા કુદરતી રીતે ઉત્સેચકો રહેલા છે જે પાચનમાં સુધારો કરે છે. વાસી રોટલી અને વાસી ભાતને ફરી ઉપયોગમાં લેવા તેનો યોગ્ય રીતે સંગ્રહ કરવો.
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )