અનિયમિત જીવનશૈલી અને ખોટી ખાનપાનની આદત સ્વાસ્થય સમસ્યાનું કારણ બને છે. પેટમાં દુખાવો, એસિડિટી, અપચો જેવી સમસ્યા થાય છે. તો કયારકે ફૂડ પોઈઝનિંગ થતા ઉલટી અને ઝાડાની ફરિયાદ પણ લોકોમાં જોવા મળે છે. આ સ્થિતિમાં ડોક્ટરની મુલાકાત જરૂરી છે. પરંતુ વારંવાર પેટમાં દુખાવાની ફરિયાદ ટાળવા આદુ બેસ્ટ ઔષધિ છે.
વજન ઘટાડશે આદુની ચા
શિયાળાની થોડા જ દિવસોમાં શરૂઆત થશે. અને શરદી-ઉધરસ જેવી સમસ્યા ટાળવા તમે દરરોજ સવારે આદુની ચાનું સેવન કરી શકો છો. આદુની ચા પીવાથી શરીર સ્વસ્થ રહેશે. વજન ઘટાડવા માટે પણ આદુની ચા બેસ્ટ માનવામાં આવે છે. સવારે ખાલી પેટે આદુની ચાનું સેવન કરો. એક ગ્લાસ પાણીમાં આદુ નાખી ઉકાળો. પછી તેમાં લીંબુનો રસ અને મધ નાખો. નિયમિતપણે આ પ્રકારે આદુની ચા પીવાથી બળતરા સામે લડવામાં મદદ મળશે અને શરીરમાંથી વધારાનું ફેટ ઓછું થશે. આ ઉપરાંત આ ચાના સેવનથી સ્નાયુઓમાં દુખાવો, સાંધાનો દુખાવો અને માસિક ધર્મમાં દુખાવામાં રાહત મળશે.










