મોડી રાત સુધી મોબાઈલ કે લેપટોપનો ઉપયોગ, કામનું વધતું દબાણ, અનિયમિત જીવનશૈલી ઊંઘની ગુણવત્તા પર ગંભીર અસર કરે છે. 

ઊંઘ સુધારવા માટેનો આહાર

આપણો ખોરાક આપણા ઊંઘના ચક્રને સીધી અસર કરે છે

1. બદામ: તેમાં રહેલું મેગ્નેશિયમ શરીરના સ્નાયુઓને આરામ આપવામાં મદદ કરે છે, જેથી ગાઢ ઊંઘ આવે છે.

2. અખરોટ: આમાં રહેલા મેલાટોનિન અને ઓમેગા-3 ફેટી એસિડ કુદરતી રીતે ઊંઘ લાવવામાં મદદરૂપ થાય છે.

3. કિવી: એન્ટીઑકિસડન્ટથી ભરપૂર આ ફળ ઊંઘની ગુણવત્તા સુધારવા માટે જાણીતું છે.

4. ફેટી ફિશ: સૅલ્મોન જેવી માછલીઓમાં વિટામિન ડી અને ઓમેગા-3 હોય છે, જે મગજને શાંત કરી સારી ઊંઘ પ્રેરે છે.

5. કેમોમાઇલ ચા: આ કેફીન-મુક્ત ચામાં એવા એન્ટીઑકિસડન્ટ હોય છે જે માનસિક શાંતિ આપી ઊંઘ માટેનું વાતાવરણ તૈયાર કરે છે.

સારી ઊંઘ માટે અન્ય મહત્વપૂર્ણ આદતો

માત્ર ખોરાક પૂરતો નથી. યોગ્ય જીવનશૈલી પણ એટલી જ અનિવાર્ય છે. દરરોજ એક જ સમયે સૂવાની અને જાગવાની ટેવ પાડો. સૂવાના ઓછામાં ઓછા એક કલાક પહેલાં મોબાઈલ, લેપટોપ કે ટીવી જેવી સ્ક્રીનથી દૂર રહેવું અત્યંત જરૂરી છે, કારણ કે તેમાંથી નીકળતો બ્લુ લાઈટ ઊંઘમાં વિક્ષેપ પાડે છે. સાંજના સમયે કોફી કે વધુ પડતી ચા ટાળો. રાત્રિનું ભોજન હંમેશા હળવું અને સૂવાના સમયના થોડા કલાક પહેલાં લેવું જોઈએ. તમારો બેડરૂમ શાંત, અંધકારમય અને આરામદાયક હોય તેની કાળજી રાખો.

નિયમિત કસરત કરવી જરુરી 

દિવસ દરમિયાન નિયમિત કસરત કરવી સ્વાસ્થ્ય માટે સારું છે, પરંતુ સૂવાના તરત પહેલાં સખત કસરત ટાળવી જોઈએ. યાદ રાખો કે ઊંઘની સમસ્યા જો લાંબા સમય સુધી યથાવત રહે તો તેને સામાન્ય ગણી અવગણવી નહીં; આવા સમયે ડૉક્ટરની સલાહ લેવી શ્રેષ્ઠ છે. એક સારી ઊંઘ તમારા દિવસને વધુ ઉત્પાદક અને ઉત્સાહભર્યો બનાવી શકે છે. 

આ પણ વાંચોઃ Bangladeshમાં મોટો ઉલટફેર, Sheikh Hasinaની Awami League પર ચાલશે આતંકવાદનો કેસ

Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. સંદેશ ન્યૂઝ આ મામલે પુષ્ટી કરતું નથી. કોઈપણ સૂચનનો અમલ કરતા પહેલા તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.