યુરિક એસિડ એક સામાન્ય સમસ્યા લાગે છે પરંતુ તેના કારણે દર્દીને ભયંકર પીડાનો અનુભવ થાય છે. યુરિક એસિડ વધવાના કારણે એડીનો દુઃખાવો, પગના અંગૂઠામાં સોજો આવવા અથવા હાડકા બહાર આવવા જેવી શરીરમાં સમસ્યા જોવા મળે છે. શરીરમાં જ્યારે યુરિક એસિડનું સ્તર વધે છે ત્યારે આ પ્રકારની સમસ્યા ઉદભવે છે. ત્યારે આ દુઃખાવામાંથી રાહત મેળવવા દર્દી એન્ટી બાયોટિક દવાનો સહારો લે છે. પરંતુ કયારેક દવાના કારણે દર્દીને આડઅસર થાય છે. આવી સ્થિતિમાં યુરિક એસિડનું સ્તર વધારવા કુદરતી ઉપચાર વધુ ફાયદાકારક સાબિત થશે.

કુદરતી ઉપચારથી ઘટશે યુરિક એસિડ

એડી અને સાંધાના ભયંકર દુઃખાવામાંથી રાહત મેળવવા શરીરમાં યુરિક એસિડનું સ્તર ઘટાડવું જોઈએ. આ સમસ્યામાં દવા લેતા ટૂંકાગાળા માટે રાહત મળે છે. પરંતુ થોડા સમયમાં ફરી પાછી આ આ સમસ્યાના કારણે પીડા સહન કરવી પડે છે. આ દુઃખાવામાંથી કુદરતી રીતે રાહત મેળવવા આહારની આદતોમાં બદલાવ લાવવો પડશે. આ માટે તમારે દૈનિક આહારમાં યુરિક એસિડ વધારતી વસ્તુઓ ખાવાનું ટાળવું.

જે લોકોના શરીરમાં યુરિક એસિડનું સ્તર વધુ હોય તેમણે આ વસ્તુઓનું સેવન ના કરવું જોઈએ.

પશુ ઉત્પાદનો : તમને યુરિક એસિડની સમસ્યા હોય તો તમારે લાલ માંસનું સેવન ના કરવું. કારણ કે લાલ માંસમાં બીફ, લેમ્બ અને ડુક્કરનું માંસ હોય છે. એટલે તેમાં પ્યુરિનનું પ્રમાણ વધુ હોય છે જે ચયાપચય પામે છે અને યુરિક એસિડમાં ફેરવાય છે. આવી સ્થિતિમાં, આ પ્રકારનું માંસ ન ખાવું જોઈએ.

કઠોળ અને શાકભાજી : લોકો સારા સ્વાસ્થ્ય માટે પ્રોટીનથી ભરપૂર કઠોળ, બ્રોકોલી, પાલક, મશરૂમ, સલગમ, કઠોળ, વટાણા જેવા ખાદ્યપદાર્થોનું સેવન કરે છે. પરંતુ આ તમામ વસ્તુઓનું વધુ સેવન યુરિક એસિડમાં વધારો કરે છે. એટલા માટે તેનું સેવન મર્યાદિત માત્રામાં કરવું જોઈએ. ખાસ કરીને કયારે પણ રાત્રિના ડિનરમાં કઠોળનું સેવન ના કરવું જોઈએ.

આલ્કોહોલ અને સોફ્ટ ડ્રિંકસ : આલ્કોહોલમાં પ્યુરિનનું પ્રમાણ વધુ હોય છે અને તે યુરિક એસિડનું સ્તર અતિશય વધારી શકે છે. તેથી જ બીયર અને વાઇનનું સેવન ટાળવું જ સમજદારીભર્યું છે. આ ખાંડવાળા પીણાં પીવાથી શરીરને ઘણી રીતે નુકસાન થઈ શકે છે. તેથી આ પીણાં ઓછા પીઓ. કારણ કે આ પીણાંને સ્વાદિષ્ટ બનાવવા તેમાં ફ્રુક્ટોઝ ઉમેરવામાં આવે છે. જે સ્વાસ્થ્ય માટે નુકસાન કરે છે.

Disclaimer: આ માહિતી માત્ર જાણકારી માટે છે, સંદેશ તેની પુષ્ટિ કરતું નથી.