વરસાદની સિઝનમાં લોકોમાં વાળ ખરવાની ફરિયાદ વધુ જોવા મળે છે. આ સિઝનમાં મેલેરિયા, ટાઈફોડ જેવી બીમારીઓ સાથે અનેક સ્વાસ્થ્ય સમસ્યાનો સામનો કરવો પડે છે. વરસાદના કારણે વારંવાર ભીના થતા વાળની જાળવણી વધુ મુશ્કેલ બને છે. આ સિઝનમાં મહિલાઓ જ વાળ ખરવાની ફરિયાદ કરે છે તેવું નથી પુરુષો પણ ટાલ થવાની ફરિયાદ કરતા હોય છે. કેમ આ સિઝનમાં મહિલાઓ અને પુરુષો વાળ ખરવાની ફરિયાદ કરે છે. હેર એકર્સપટે વાળની સમસ્યાને લઈને ઉઠતા લોકોના પ્રશ્નનો જવાબ આપ્યા.

વરસાદમાં વાળ ખરવાનું કારણ

વરસાદમાં વાળ ખરવાનું કારણ તેનું પાણી છે. આ સિઝનમાં ભેજનું પ્રમાણ વધતા આપણને વધુ પરસેવો થાય છે. જેના લીધે માથામાં પણ ચિકાશ થવા લાગે છે. અને હવાના પ્રદૂષણના રજકણો વાળના સંપર્કમાં આવતા વાળ ખરવા અને ખોડા જેવી સમસ્યા વધુ જોવા મળે છે. આ ઉપરાંત વાળમાં જમા થયેલા વરસાદના પાણીની એસિડિટી તમારા ખોપરી ઉપરની ચામડીના pH ને અસંતુલિત કરી શકે છે, જે વાળની સમસ્યાઓ વધારી શકે છે. 

તેલ માલિશથી મળશે રાહત

આ સિઝનમાં વાળને સ્વસ્થ રાખવા તેલ લગાવો. તેલમાં એવા ઘટકો હોય રહેલા છે તમારા વાળને મજબૂત બનાવવા સાથે માથા ઉપરની ચામડીના ચેપ સામે લડવામાં રક્ષણ કરે છે. બે વાર ગરમ તેલની માલિશ કરવી જેથી માથાના સ્કાલ્પમાં લોહીનું પરિભ્રમણ થશે.શરીરમાં રક્તપ્રવાહ વધતા ખરતા વાળ અટકાવવામાં મદદ મળશે. આ માટે તમે અઠવાડિયામાં બે વાર નાળિયેર તેલ, આમળા તેલ, બ્રાહ્મી તેલથી નિયમિત માલિશ કરવી તેમજ હર્બલ શેમ્પૂથી વાળ ધોવા જોઈએ.

જો આ સિઝનમાં આ ઉપચાર કર્યા બાદ પણ તમારા વાળ વધુ પડતા ખરવા લાગે અથવા ગ્રોથમાં ઘટાડો થવા લાગે તો ત્વચા નિષ્ણાતનો જરૂર સંપર્ક કરો.


Disclaimer: આ માહિતી માત્ર જાણકારી માટે છે, સંદેશ તેની પુષ્ટિ કરતું નથી.