શિયાળામાં સ્વસ્થ રહેવા લોકો ભોજનમાં ગોળનો વધુ ઉપયોગ કરે છે. ગોળમાં મેગ્નેશિયમ, આયર્ન, ઝિંક, અને પોટેશિયમ સારી માત્રામાં રહેલા છે. એટલે તેના સેવનથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરી શકો છે. ખાંસી અને શરદીની સમસ્યામાં સૂંઠ, તુલસીના ઉકાળામાં ગોળ નાખી પીવાથી ખૂબ રાહત મળે છે. ગોળ શરીર માટે ગુણકારી છે પરંતુ શું આપણ નકલી ગોળ તો ખાતા નથી ને. બજારમાં વેચાતો ગોળ નકલી પણ હોઈ શકે છે.
નકલી ગોળની સ્વાસ્થ્ય પર અસર
એક્સપર્ટ કહે છે કે ગોળમાં વજન વધારવા અને તેને સોનેરી રંગ આપવા માટે વોશિંગ સોડા, ચાક પાવડર અને મેટાનિલ યલો જેવા રાસાયણિક રંગોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ગોળામાં રહેલા આ રસાયણો સ્વાસ્થ્ય માટે અત્યંત ખતરનાક સાબિત થઈ શકે છે. ગોળમાં ઉમેરાતો સલ્ફર ડાયોક્સાઇડ હાડકાંને નબળા પાડે છે અને હાડકાંની ઘનતા ઘટાડે છે. તેનાથી પણ વધુ ખતરનાક રસાયણ મેટાનિલ યલો કલર છે. ગોળને પીળો રંગ આપવા માટે વપરાતો આ કૃત્રિમ રંગ કાન, લીવર, આંતરડા, હૃદય અને ચેતા પર પ્રતિકૂળ અસર કરે છે. શરીરમાં ઓક્સિડેટીવ તણાવ પણ વધારે છે. નકલી ગોળ સ્વાસ્થ્ય પર ગંભીર અસર કરે છે. એટલે આ રીતે તમે ગોળ અસલી છે કે નકલી તેની ઓળખ કરી શકો છો.













