આપણો દેશ પ્રગિત કરી રહ્યો છે. પરંતુ લોકોમાં સ્વાસ્થ્ય સમસ્યાનું પ્રમાણ બે ગણું વધ્યું છે. પહેલાની સરખામણીએ આજે લોકો ડાયાબિટીસ, કેન્સર, લીવર અને કિડની સંબંધિત રોગના વધુ શિકાર થઈ રહ્યા છે. સરેરાશ દર 10 વ્યક્તિમાંથી અંદાજે 7 જેટલા લોકો કિડની સંબંધિત સમસ્યાઓથી પીડાય છે. કિડની સંબંધિત સમસ્યાને પ્રારંભિક તબક્કામાં ઓળખવામાં આવે તો યોગ્ય સારવારથી મટાડી શકાય છે. કેટલાક સામાન્ય લક્ષણોની અવગણના કિડની રોગ અને કેટલાક કિસ્સામાં કિડની ફેલ્યોરનું કારણ બની શકે છે.
શરીરનું મહત્નું અંગ છે કિડની
નાના બીજ આકારનું શરીરમાં રહેલ આ અંગ ખૂબ મહત્વનું છે. કિડનીને ઘણીવાર શરીરનું ફિલ્ટર કહેવામાં આવે છે. કિડનીના સ્વાસ્થ્યની અવગણના કરવામાં આવે તો, સમય જતાં કચરો અને ઝેરી તત્વો એકઠા થઈ શકે છે. કિડની ધીરે ધીરે ખરાબ થવા લાગે છે અને તેના કારણે પ્રવાહી રીટેન્શન, ઇલેક્ટ્રોલાઇટ અસંતુલન, હાડકા અને ખનિજ વિકૃતિઓ અને ગંભીર કિસ્સાઓમાં, હૃદય સંબંધિત ગૂંચવણો થઈ શકે છે. શરીરમાં જયારે ઝાંખી દ્રષ્ટિ અથવા અન્ય દ્રષ્ટિની સમસ્યાઓ પણ કિડનીના નુકસાન અથવા ક્રોનિક કિડની રોગનું પ્રારંભિક સંકેત હોઈ શકે છે.













