ગુજરાતના ખમણ, ઢોકળા અને થેપલાં દુનિયાભરમાં લોકપ્રિય છે. પરંતુ આપણને બધાને ચાઇનીઝ, મેક્સીકન અને થાઈ વાનગી ખાવાનું વધુ પસંદ કરવા લાગ્યા છે. હોટલ અને રેસ્ટોરન્ટમાં લોકો જાય ત્યારે હવે પંજાબી વાનગી નહીં, સાઉથ ઇન્ડિયન ડીશ નહીં પરંતુ થાઈ અને મેકસિકન ભોજનનો આનંદ લે છે. ગુજરાતી ભોજન મોટાભાગે સીંગતેલ અને સરસવના તેલમાં વધુ બનતા હોય છે જયારે થાઈ, મેકસિકન અને ચાઈનીઝમાં મરચાંના તેલનો ઉપયોગ થાય છે. તમે કયારેય મરચાંના તેલ વિશું સાંભળ્યું છે. તમે ઘરે સરળતાથી આ તેલ બનાવી પિઝા જેવી વાનગીઓનો આનંદ લઈ શકો છો.
મરચાંનું તેલ બનાવવા માટેની સામગ્રી :
- 1/2 કપ લાલ મરચાંના ટુકડા (છીણેલા સૂકા લાલ મરચાં)
- 1/2 કપ શેકેલા સફેદ તલ
- 1/2 કપ બારીક સમારેલું લસણ
- 1 કપ તેલ
- 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર
- 1 ચમચી ડાર્ક સોયા સોસ
મરચાંનું તેલ બનાવવાની રીત :
સરસવનું તેલ, નાળિયેરનું તેલ, ઓલિવ તેલ વગેરે જેવા ઘણા પ્રકારના તેલ છે. લોકો તેમની પસંદગી અનુસાર રસોઈમાં આ બધાનો ઉપયોગ કરે છે. મરચાંનું તેલ બનાવવા માટે પહેલા લસણને ખૂબ જ બારીક કાપો. સોયા સોસ સિવાયની બધી સામગ્રી એક પેનમાં ભેગી કરો. તેને ચૂલા પર મૂકો. ધીમા તાપે 4-5 મિનિટ સુધી હળવેથી ઉકાળો. સોયા સોસ ઉમેરો. તેને ઠંડુ થવા દો અને સ્વચ્છ બરણીમાં સ્ટોર કરો. ઈંડા, પાસ્તા, સલાડ, નૂડલ્સ વગેરે બનાવતી વખતે, તમારી વાનગીઓમાં વધારાનો સ્વાદ ઉમેરવા માટે આ મરચાંના તેલનો ઉપયોગ તમારી પસંદ મુજબ કરો. આ તેલને તમે નૂડલ્સ, સૂપ, સલાડ, શેકેલા શાકભાજી, તળેલા ભાતમાં ઉપયોગ કરશો લાજવાબ ટેસ્ટ આવશે.