આ દવા કેન્સર જેવા ગંભીર રોગને નાબૂદ કરી શકે છે કે કેમ તે અંગે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.
કેન્સરનું વધ્યુ છે જોખમ
વિશ્વભરમાં કેન્સરના કેસ સતત વધી રહ્યા છે. બદલાતી જીવનશૈલી, બિનઆરોગ્યપ્રદ ખાવાની આદતો અને તણાવને કારણે કેન્સરનું જોખમ ખૂબ જ વધી ગયું છે. દર વર્ષે લાખો લોકો આ રોગનો ભોગ બની રહ્યા છે. જેના કારણે આરોગ્ય સંભાળ પ્રણાલી પર દબાણ આવી રહ્યું છે. રશિયામાં નવી કેન્સર સારવાર દવા, રાકુર્સ 223Raના સમાચાર સામે આવ્યા છે. રશિયન મીડિયા દાવો કરે છે કે, તેનો ઉપયોગ ત્યાં શરૂ થઈ ગયો છે.
દવા આલ્ફા રેડિયેશન ઉત્સર્જિત કરશે
રાકુર્સ 223Ra શરીરમાં કેલ્શિયમની જેમ વર્તે છે અને સીધા હાડકાં સુધી પહોંચે છે. જ્યાં કેન્સર હાડકાં સુધી ફેલાયું છે. ત્યાં આ દવા આલ્ફા રેડિયેશન ઉત્સર્જિત કરે છે. જે કેન્સરના કોષોને નુકસાન પહોંચાડે છે. તેની અસર મર્યાદિત છે. જે આસપાસના સ્વસ્થ પેશીઓને નુકસાન ઘટાડે છે. આ દવા માટે જરૂરી ક્લિનિકલ પ્રક્રિયાઓ પૂર્ણ થઈ છે. ત્યારબાદ તેને રશિયામાં મર્યાદિત તબીબી ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે.
શું કહે છે નિષ્ણાંતો ?
મેક્સ હોસ્પિટલના ઓન્કોલોજિસ્ટ ડૉ. રોહિત કપૂર કહે છે કે, કેન્સર એક જ રોગ નથી, પરંતુ ઘણા પ્રકારોનો સમૂહ છે. દરેક કેન્સરની લાક્ષણિકતાઓ, તેનો ફેલાવો અને તેની સારવાર અલગ અલગ હોય છે. તેથી, એક જ દવાથી તમામ પ્રકારના કેન્સરને સંપૂર્ણપણે નાબૂદ કરવું શક્ય નથી. રાકુર્સ 223Ra જેવી દવાઓ ગંભીર કેન્સર સંબંધિત પરિસ્થિતિઓનું સંચાલન કરવામાં મદદ કરી શકે છે. હાલમાં, આ દવા પ્રોસ્ટેટ કેન્સરને હાડકાંમાં ફેલાતા અટકાવવા માટે બનાવવામાં આવી છે.
Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. સંદેશ ન્યૂઝ આ મામલે પુષ્ટી કરતું નથી. કોઈપણ સૂચનનો અમલ કરતા પહેલા તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.
