ભારતમાં એક માન્યતા છે કે શિયાળામાં ઠંડા સ્નાન કરવાથી તમને આખો દિવસ ઠંડી લાગતી નથી.
રક્ત પરિભ્રમણ યોગ્ય બને છે
શિયાળાની ઋતુ દરમિયાન ગરમ પાણીથી સ્નાન કરવાથી વ્યક્તિને સામાન્ય કરતાં વધુ ઠંડી લાગી શકે છે. આધુનિક વિજ્ઞાન અને આયુર્વેદ બંને જણાવે છે કે ઠંડા પાણીનો આપણા શરીર પર ઊંડો પ્રભાવ પડે છે. તે માત્ર શરીરના તાપમાનને સંતુલિત કરતું નથી પણ રક્ત પરિભ્રમણને વધુ સારું બનાવે છે, રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરે છે અને હોર્મોનલ સંતુલન પણ સુધારે છે. ઠંડા પાણીથી સ્નાન કરવાથી આપણા શરીરને અચાનક સક્રિય સ્થિતિમાં મૂકી દેવામાં આવે છે, જેનાથી ઉર્જા વધે છે.
શું કહે છે નિષ્ણાંત ?
શ્રી બાલાજી એક્શન હોસ્પિટલમાં ચેપી રોગોના કન્સલ્ટન્ટ, ઇન્ટરનલ મેડિસિન ડૉ. અંકિત બંસલ કહે છે કે શિયાળામાં દરેક વ્યક્તિ ગરમ પાણીથી સ્નાન કરવાનું પસંદ કરે છે, પણ સામાન્ય પાણીથી સ્નાન કરવાથી પણ ઘણા ફાયદા થાય છે. તેઓ સમજાવે છે કે આમ કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. તબીબે કહ્યુ કે, આમ કરવાથી સ્નાયુઓ મજબૂત થાય છે અને શારીરિક પ્રવૃત્તિઓમાં મદદ મળે છે. ડૉ. બંસલે સમજાવ્યું કે ઠંડુ કે સામાન્ય પાણી આપણી ત્વચાને ચમક આપે છે અને સ્વસ્થ બને છે.
શરીરના તાપમાન મુજબ ઠંડુ પાણી લો
તેઓ કહે છે કે શિયાળા દરમિયાન ભારતમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થાય છે. તેથી, એ સમજવું મહત્વપૂર્ણ છે કે કયા ઉંમર, સ્વાસ્થ્ય અને કયા સંજોગોમાં ઠંડા પાણીથી સ્નાન કરવું યોગ્ય છે. નિષ્ણાતો કહે છે કે, શરદી, તાવ, સાંધાનો દુખાવો અથવા બ્લડ પ્રેશર હોય તેઓ ઠંડા પાણીથી સ્નાન કરવાનું ટાળે. જો તમે ઠંડા પાણીથી સ્નાન કરવા માંગતા હો, તો ખાતરી કરો કે તમારા માથા પર પાણી રેડવાનું ટાળો. પહેલા તમારા પગ પર, પછી તમારા હાથ અને ખભા પર અને પછી તમારા માથા પર પાણી રેડો. વધુમાં, તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો. ડૉક્ટરની સલાહ લીધા વિના આવું કરવાનું ટાળો.
Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. સંદેશ ન્યૂઝ આ મામલે પુષ્ટી કરતું નથી. કોઈપણ સૂચનનો અમલ કરતા પહેલા તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.
આ પણ વાંચોઃ Flashback 2025: સુપ્રીમ કોર્ટના 10 મુખ્ય નિર્ણયો જેના કારણે સમાજની દશા અને દિશા બદલાઇ
