આજે લોકોમાં સ્વાસ્થ્ય સમસ્યા વધી છે. વરસાદી સિઝન કે પછી ઠંડી કોઈપણ ઋતુ હોય હોસ્પિટલમાં દર્દીઓની લાઈનો હોય છે. સ્વાસ્થ્ય મામલે લોકો હવે જાગૃત બન્યા છે. બદલાતી જીવનશૈલીના કારણે ફક્ત શરદી અને તાવ જેવી બીમારી નહી પણ બ્લડ સુગર અને હાર્ટને લગતી સમસ્યા વધી છે. તંદુરસ્ત રહેવા હવે લોકો ઘરેલુ ઉપચાર તરફ વળ્યા છે. આર્યુવેદમાં જેને ઔષધિનો બાપ કહેવાય છે તે છે મોરિંગા વનસપ્તિ. આ વનસ્પતિના મૂળ, પાન સહિતના તમામ ભાગનો ઔષધિ તરીકે ઉપયોગ થાય છે. ઔષધીય વનસ્પતિ મોરિંગાના પાનના જાણો ફાયદા.
શરીર માટે ફાયદાકારક મોરિંગાના પાન
મોરિંગા એક ઔષધીય વનસ્પતિ દરેક રીતે ઉપયોગી છે. મોરિંગાના પાન શરીરમાં પોષકતત્વોની ઉણપ દૂર કરે છે. સૂકા મોરિંગાના પાનને આખી રાત પલાળીને પાવડરમાં પીસીને નાસ્તા પહેલાં પાણી સાથે પીસી શકાય છે. મોરિંગામાં 90 થી વધુ છોડમાંથી મેળવેલા કુદરતી તત્વો હોય છે, જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. સંશોધકોના મતે, મોરિંગાના ફાયદા તેમાં રહેલા કેટલાક કુદરતી સંયોજનોની હાજરીથી ઉદ્ભવે છે. આમાં ક્વેર્સેટિન, ક્લોરોજેનિક એસિડ અને આઇસોથિઓસાયનેટ્સનો સમાવેશ થાય છે, જે શરીર માટે ફાયદાકારક છે.













