સફેદ દાંત તમારા સ્મિતને સુંદર બનાવે છે. અને સુંદર હાસ્ય ચહેરામાં ચમક લાવે છે. પરંતુ કયારેક લોકો સ્માઈલ કરવામાં પણ કંજૂસી કરતા હોય તેવું લાગે છે. આનું કારણ તેમના પીળા દાંત છે. પીળા દાંતની સમસ્યા દૂર કરવા અનેક ઉપાય કર્યા બાદ પણ યોગ્ય પરિણામ નથી મળતું. તો આ ઘરેલુ ઉપચાર તમારા માટે શ્રેષ્ઠ સાબિત થશે. તમારા દાંત પીળા કે ગંદા થઈ ગયા હોય, આ ઘરેલુ ઉપચાર જરૂર અજમાવો.
દાંતની પીળાશ દૂર કરવા ટ્રાય કરો આ ટીપ્સ
દાંતની પીળાશ દૂર કરવા રસોડામાં હાજર કેટલીક વસ્તુઓનો ઉપયોગ કરી શકો છો. આ વસ્તુ દાંત માટે બેસ્ટ હોમ રેમેડી બનશે અને દાંત દૂધ જેવા સફેદ બનાવી શકો છો. આનાથી દાંત અને પેઢાને કોઈ નુકસાન થશે નહીં. દાંતની સફેદી વધારવા માટે સરસવનું તેલ અને મીઠાનો ઉપયોગ કરો. આ માટે, એક ચમચી સરસવના તેલમાં થોડું મીઠું ભેળવીને આ મિશ્રણને દાંત અને પેઢા પર હળવા હાથે ઘસો. આ રીતે, દાંત પરની ગંદકી અને પીળાશ ધીમે ધીમે દૂર થવા લાગશે. ઘણા લોકો દાંતને સફેદ બનાવવા માટે બજારમાં કેમિકલયુક્ત પ્રોડક્ટનો ઉપયોગ કરે છે. જેના કારણે દાંતને નુકસાન થાય છે.













