આજે લોકોમાં બહારનું ખાવાનો શોખ વધ્યો છે. જંકફૂડ, પીઝા અને પાસ્તા જેવા ખોરાક સપ્તાહમાં બે થી ત્રણ વખત ખાવામાં આવે છે. આ ખોટી ખાનપાનની આદત અને અનિયમિત જીવનશૈલીના કારણે લોકોમાં બીમારી વધી છે. શારીરિક અસ્વસ્થતાના કારણે વ્યક્તિનું સ્વાસ્થ્ય તો બગડે છે સાથે તેના સ્વભાવમાં પણ ચીડિયાપણું આવે છે. અને પરીવાર સાથેના સંબંધોમાં ખટાશ આવે છે. આમ, એક સામાન્ય ખોટી ખાનપાની આદત વ્યક્તિ પર ગંભીર અસર કરે છે. શારીરિક રીતે સ્વસ્થ રહેવા વોકિંગ એકસરસાઈઝ બેસ્ટ છે.
શરીર સ્વસ્થ રાખવા ચાલવું જરૂરી
આરોગ્ય નિષ્ણાત પણ કહે છે કે આપણે જે ખોરાક ખાઈએ તેનું પાચન થવું જોઈએ. ગમે તેટલો ભારે ખોરાક હોય કે પછી હળવો ખોરાક હોય આપણું શરીર જે પચાવી શકે તે જ આહાર વધુ બેસ્ટ છે. ખોરાકનું પાચન ત્યારે વધારે સારી રીતે થાય છે જ્યારે શરીર યોગ્ય ગતિમાં કાર્ય કરતું હોય. અને જ્યારે આમ, નથી બનતું ત્યારે વ્યક્તિ સ્થૂળતાપણાથી લઈને અનેક ગંભીર બીમારીનો શિકાર થાય છે. સ્વસ્થ રહેવા પૌષ્ટિક આહાર જેટલો જરૂરી છે તેટલી કસરત પણ છે. જો તમે જીમ ના જઈ શકતા હોવ તો ઘરે ફક્ત થોડો સમય આપો. અને તંદુરસ્ત રહો. એટલે કે તમે 10 મિનિટથી લઈને 30 મિનિટ સુધી સતત ચાલવાની કસરત કરશો તો જરૂર લાભ થશે.













