શિયાળામાં તાજા શાક અને ફળ ખાવાનું વધુ સારું માનવામાં આવે છે. આમ, તો દરેક ઋતુમાં વિવિધ ફળો અને શાકભાજી હોય છે. પરંતુ શિયાળાની ઋતુમાં બજારમાં નારંગી અને કેળા વધુ પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે. કેટલાક લોકો આ સિઝનમાં નારંગીનો રસ પીતા હોય છે. તો લોકો કેળાને દૂધ સાથે ખાવાનું વધુ પસંદ કરે છે. પરંતુ આ વસ્તુનું નિયમિત સેવન કરવાના કારણે કેટલાક લોકો શરદી, ઉધરસ અને ખાંસીની સમસ્યાના શિકાર થાય છે. ત્યારે શિયાળામાં નારંગી કે કેળા ખવાય તેને લઈને લોકોમાં મૂંઝવણ છે. આરોગ્ય નિષ્ણાતે લોકોને આ મૂંઝવણનો ખુલાસો કર્યો છે.


નારંગી અને કેળા પોષકતત્વોથી ભરપૂર

નારંગી 66 કેલરી, 86 ટકા પાણી, 1.3 ગ્રામ પ્રોટીન, 14.8 ગ્રામ કાર્બોહાઇડ્રેટ્સ, 12 ગ્રામ ખાંડ, 2.8 ગ્રામ ફાઇબર, 0.2 ગ્રામ ચરબી હોય છે.તેમાં 92 ટકા વિટામિન સી, 9 ટકા ફોલેટ, 5 ટકા કેલ્શિયમ અને પોટેશિયમ રહેલું છે. શિયાળો હોય કે ઉનાળો નારંગીનું સેવન સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક માનવામાં આવે છે. કેળામાં વધુ કેલરી હોવા સાથે ફાઇબર, પ્રોટીન, વિટામિન B6, વિટામિન C, પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો પણ હોય છે. જોકે, શિયાળા દરમિયાન કેળા કે નારંગી ખાધા પછી ઘણા લોકોને ઉધરસનો અનુભવ થાય છે.

શરદી અને ઉધરસ મામલે આરોગ્ય નિષ્ણાતનો ખુલાસો

આરોગ્ય નિષ્ણાતે ખુલાસો કર્યો છે. નિષ્ણાતના મતે પહેલાથી જ કોઈ બીમારી હોય અથવા કોઈ પ્રકારની એલર્જી હોય તેવા લોકો નારંગી ખાય તો શરદી-ઉધરસની સમસ્યાના શિકાર થાય છે. નારંગી વિટામિન સીનો સારો સ્ત્રોત છે. તેથી, તેને ખાવાથી, અથવા કોઈપણ ફળ, કેળા પણ ખાવાથી, ઉધરસ થતી નથી. પરંતુ દરેક વ્યક્તિના શરીરની જરૂરિયાતો અલગ અલગ હોય છે. કેળા અને નારંગીની તાસીર ઠંડી હોય છે. તેથી, જો કોઈ વ્યક્તિને ઠંડા ખોરાકથી એલર્જી હોય અથવા અસ્થમા કે કફની કાયમી તકલીફ રહેતી હોય તો તેવા લોકો માટે શિયાળામાં આ ફળનું સેવન સમસ્યા કરી શકે છે. આવા લોકોએ પોતાની હેલ્થ અને ઋતુ પ્રમાણે આ બંને ફળનું સેવન કરવું જોઈએ.


આ પણ વાંચો : Winter Tips : શિયાળામાં વધે છે ડિહાઇડ્રેશનની સમસ્યા, જાણો સ્વસ્થ રહેવા દરરોજ કેટલું પાણી પીવું જોઈએ

(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )

  • Follow us on: