વિશ્વભરમાં દરવર્ષે 22 જુલાઇના રોજ 'વર્લ્ડ બ્રેન ડે' એટલે કે વિશ્વ મસ્તિષ્ક દિવસ ઉજવવામાં આવે છે. આ ઉજવણીનો મુખ્ય હેતુ તંત્રિકા સંબંધી બિમારી વિશે જાગૃત્તિ ફેલાવવાનો છે. વિશ્વમાં કરોડો લોકો બ્રેન સ્ટ્રોકની સમસ્યાથી પીડાતા હોય છે. ભારતમાં આ બિમારીના કેસ વધી રહ્યા છે. તબીબોના જણાવ્યા પ્રમાણે બ્રેન સાથે જોડાયેલી સૌથી ખતરનાક વસ્તુ એટલે સ્ટ્રોક છે. બ્રેન સ્ટ્રોકના કારણે દર્દીની મોત પણ થઇ જાય છે.
બ્રેન સ્ટોક સૌથી મોટો ખતરો
ન્યૂરોસર્જન ડૉ.અજય કુમારના જણાવ્યા પ્રમાણે સ્ટ્રોક દરમિયાન હાર્ટ અથવા અન્ય અંગનો ક્લોટ બ્રેન સુધી પહોંચી જાય છે. જેના કારણે રક્ત પરિભ્રમણમાં વિક્ષેપ પેદા થાય છે. આવી સ્થિતિમાં બ્રેનની સેલ્સ ડેમેજ થવાની શરૂઆત થાય છે. બ્રેન સ્ટ્રોક અચાનક જ થાય છે. અને વ્યક્તિને 4થી 5 કલાકમાં સારવાર ન મળે તો તેને પેરાલાઇઝ પણ થઇ શકે છે. આટલું જ નહી ગંભીર મામલાઓમાં વ્યક્તિનો જીવ પણ જઇ શકે છે.
મસ્તિષ્ક સાથે જોડાયેલી બિમારીઓ
નિષ્ણાંતોના જણાવ્યા મુજબ, ડાયાબિટીઝ, હાઇપરટેન્શન, હાર્ટની બિમારીઓ, સ્મોકિંગ, હાઇ કોલેસ્ટ્રોલ અને તણાવ આ તમામ બાબતો સ્ટ્રોક માટે જવાબદાર છે. ગર્ભનિરોધક દવાઓ ખાવાના કારણે પણ બ્રેન સ્ટ્રોકનો ખતરો વધી જાય છે. દારુની લતના કારણે પણ બ્રેન સ્ટ્રોક આવી શકે છે. અશાંત મન, વધુ પડતા વિચારો, વધુ પડતી ચિંતાઓ પર કાબૂ રાખવો જરુરી છે. તેના માટે કસરત, મેડિટેશન વગેરે જેવી વસ્તુઓ કરવી જોઇએ.
બ્રેન સ્ટોકના મુખ્ય લક્ષણો
શરીરના એક ભાગનું અચાનક કામ કરવું બંધ થઇ જવુ, બોલવામાં સરળતા ન રહેવી, મોઢું વાકુ થઇ જવુ, આંખો સામે અંધારા આવવા, વિઝન સ્પષ્ટ ન દેખાવવું, અચાનકથી ચક્કર આવવા, અમુકવાર ઉલટી જેવું અથવા માથાનો દુખાવો અનુભવવો.
બ્રેન સ્ટોકની બચવાના ઉપાયો
સ્મોકિંગ બંધ કરવી, ડાયાબિટીઝ કંટ્રોલમાં રાખવો, હાઇપરટેન્શન પર નિયંત્રણ રાખવું, કોલેસ્ટ્રોલ લેવલ કંટ્રોલમાં રાખવું, દારુનુ સેવન બંધ કરવું, તંદુરસ્ત આહાર લેવો.
Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. સંદેશ ન્યૂઝ આ મામલે પુષ્ટી કરતું નથી. કોઈપણ સૂચનનો અમલ કરતા પહેલા તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.
